અભિનેત્રી સુસ્મિતા સેન કહે છે કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન ખરેખર આઘાતજનક હતું. પરંતુ સમય પાકી ગયો છે કે હવે મેન્ટલ હેલ્થ વિશે વાત કરવામાં આવે. તે વધુમાં કહે છે કે હું ઘણાં સમયથી આ વિષય પર વાત કરવા માગતી હતી. સુશાંત પણ થોડા મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો અને તેની સારવાર લઈ રહ્યો હતો.
જોકે સુસ્મિતાને લાગે છે કે પોતાનું આયખું આ રીતે અકાળે ટૂંકાવી નાખનારા સુશાંત અને તેના જેવા અન્ય ઘણાં લોકો આપણને એવો સંકેત આપી રહ્યાં છે કે અન્યો ઉપર આરોપો મઢવાથી પહેલા આપણે જાતે જ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
આપણે સ્વયં આપણી જવાબદારી ઉપાડવી જોઈએ. તેણે વધુમાં કહ્યું હતું કે માત્ર સુશાંત જ નહીં, દુનિયાભરના જુવાનોમાં જાણે આ સમસ્યા વકરી રહી છે. આજે આપણે અખબાર ખોલીએ તો આપણને સર્વત્ર આવું બની રહ્યું હોવાના સમાચાર જોવા મળે છે. વળી એવું પણ નથી કે ચોક્કસ વર્ગના લોકો જ આ રીતે મોતને વહાલુ ંકરે છે. દરેક વર્ગના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.