અમેરિકામાં કોરોનાના ચેપના કેસો વધીને 2.5 મિલિયનને પાર થયા છે. ત્યારે ફ્લોરિડા અને ટેક્સાસમાં વિક્રમી કેસો નોંધાતા તાજેતરના સમયમાં ખુલ્લા મૂકાયેલા વેપાર ધંધા ઉપર ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફ્લોરિડામાં શુક્રવારે 9000 કેસો બાદ વધુ 9585 કેસો નોંધાતા ફ્લોિરડા અને ટક્સાસમાં ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
અમેરિકન સરકારના કોરોના સલાહકાર ડો. એન્થની ફૌસીએ ગંભીર સમસ્યાની ચેતવણી આપતા જણાવ્યું હતું કે વેપાર ધંધા થોડા વહેલા ખુલી જવા તથા લોકો આપમેળે નિયંત્રણો પીળતા નહીં હોવાથી કેસો વધી રહ્યા છે. લોકો જ બીજાને ચેપ લગાડી રહ્યા છે.
ફ્લોરિડામાં બધા મળીને 132000 કેસો અને 3300થી વધુનાં મોત નોંધાયા છે. અમેરિકામાં 2.5 મિલિયનથી વધારે કેસો અને 125000 મોત નોંધાયા છે. કોરોનાથી મોતના મામલે અમેરિકા સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડેસન્ટીએ રાજ્યના બારને તેમની જગ્યામાં આલ્કોહોલ આપવાની મનાઈ ફરમાવી હતી.
ટેક્સાસમાં ગવર્નર એબોટે બાર બંધ કરવા તથા રેસ્ટોરન્ટોની ઈન્ડોર સીટીંગ કેપેસીટી 50 ટકા કરવા આદેશ આપ્યો હતો.
મિયામીમાં માસ્ક નહીં પહેરનારાઓને દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત ‘સ્ટે એટ હોમ’ના આદેશો આપવા વિચારી રહ્યા છે. હ્યુસ્ટનની પૂર્વે ગેલેના પાર્કના ટેક્સન નગરમાં મેયરે રાત્રિ કર્ફ્યુ લાદવાની જહેરાત કરી હતી.દરમિયાનમાં યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ (સીડીસી) દ્વારા જણાવાયું હતંુ કે લગભગ 20 મિલિયન અમેરિકનોને કદાચ ચેપ લાગી ચૂક્યો છે. કરોનાના કેસોનો વધારો સંભવતઃ યુવાવર્ગ થકી થઈ રહ્યો છે. દક્ષિણ અને પશ્ચિમ અમેરિકામાં 18 થી 34 વર્ષની વય જૂથના લોક પોઝીટીવ આવી રહ્યાનું સીડીસીના ડો. રોબર્ટ રેડફીલ્ડે જણાવ્યું હતું.