કોરોના વાઇરસને કારણે હાલ ફિલ્મોનું શૂટિંગ બંધ છે. રાજ્ય સરકારે શૂટિંગ માટે શરતી પરવાનગી આપી છે, પણ હાલ આવા માહોલમાં એક્ટર્સ, ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ રિસ્ક લેવા તૈયાર નથી. નવાઝુદ્દીન સિદ્દિકી આ સમયે વતનમાં ખેતી કરી રહ્યો છે.
મુંબઈથી પોતાના વતન બુધાના પહોંચેલો નવાઝુદ્દીન માટીથી જોડાઇ ગયો છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે, જેમાં તે માથે ગમછો અને હાથમાં પાવડા સાથે નજરે પડે છે. ખેતરમાં કામ પૂરું કર્યા બાદ હાથ-પગ, મોઢું ધોઇ રહ્યો છે.
નવાઝુદ્દીનને હાલમાં પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. પત્ની આલિયા ઉર્ફે અંજનાએ નવાઝુદ્દીન પર અનેક આરોપ લગાવીને તલાક માગ્યા છે. એ સિવાય વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીનની ફિલ્મ ‘ઘૂમકેતુ’ રિલીઝ થઇ છે, જેમાં તેણે લેખકની ભૂમિકા ભજવી છે.