લાંબા સમયનું લોકડાઉન રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને લોકોને જોખમી વાયરસ સામે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. આ ઉપરાંત તીવ્ર સોશ્યલ ડિસ્ટન્સીસ લોકોને વાયરસથી અસ્પષ્ટ બનાવી શકે છે અને તેથી લોકો નવા વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરી શકશે નહીં એમ ઓક્સફર્ડના એપીડેમીઓલોજીસ્ટ પ્રોફેસર સુનેત્રા ગુપ્તાએ જણાવ્યું હતું.
પ્રો. ગુપ્તાની ટીમે દલીલ કરી હતી કે કોરોનાવાયરસ ડિસેમ્બરમાં યુકે આવી પહોંચ્યો હતો અને તેણે નોંધપાત્ર હર્ડ ઇમ્યુનિટી ઉભી કરી હતી. તેના આશરે બે અઠવાડિયા પછી પ્રથમ કેસ અને તેના એક મહિના પછી પહેલુ મૃત્યુ નોંધાયું હતું. આનો અર્થ એ છે કે ઘણા બ્રિટીશ લોકોએ પ્રતિરક્ષા મેળવતા, તેનો વ્યાપક પ્રમાણમાં ફેલાવા માટે પૂરતો સમય મળી શકતો હતો. તેમના મોડેલિંગના પરિણામોએ સૂચવ્યું હતું કે તેના ત્રણ મહિના પછી રાષ્ટ્રીય સ્તરે કરાયેલું લૉકડાઉન ખૂબ મોડું અથવા બિનજરૂરી હતું.
ઇમ્પીરીયલ કૉલેજ, લંડનના નીલ ફર્ગ્યુસને સલાહ આપી હતી કે લોકડાઉન નહિં કરાય તો 5 લાખ લોકોના મોત થશે. જો કે તે પછી તેમને લૉકડાઉનનાં નિયમોના ભંગ બદલ SAGE ના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. બ્રિટનમાં અત્યાર સુધીમાં 43,514 લોકો કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.
ધ સન્ડે ટેલિગ્રાફ સાથે વાત કરતાં પ્રોફેસર ગુપ્તાએ દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય મુસાફરી નવા અને ઉભરતા વાયરસ સામે સંરક્ષણ બનાવવામાં મદદ કરે છે. વિશ્વવ્યાપી મુસાફરીમાં વૈશ્વિક મિશ્રણની વર્તમાન પદ્ધતિઓએ વાયરસના ફેલાવા માટેની શરતોમાં વધારો કર્યો છે. વિવિધ જંતુઓના સંપર્કથી આપણે મેળવેલા ક્રોસ-પ્રોટેક્શનનું સ્તર મજબૂત થયુ છે.
તેમણે એમ પણ દાવો કર્યો હતો કે 1918 માં ‘મોટા ભાગે લોકડાઉન જેવી જ સ્થિતિમાં રહેતા હોવાથી સ્પેનિશ ફ્લૂના કારણે 50 મિલિયન લોકોના મારવાની સ્થિતિ સર્જાઈ હતી.