ભારતમાં અત્યાર સુધી 5 લાખ 49 હજાર 197 કોરોના કેસ આવી ચુક્યા છે. જેમાં અડધાથી વધુ એટલે કે 3.21 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, 2.12 લાખની સારવાર ચાલી રહી છે. 16 હજાર 486 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં પ્રતિ 100 ટેસ્ટીંગ પર સરેરાશ 6 દર્દી મળી રહ્યા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -5 દેશમાં ત્રીજા નંબરે છે. 100 ટેસ્ટીંગ પર 45 દર્દી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે.
મધ્યપ્રદેશમાં 167 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા. ભોપાલમાં 41, ઈન્દોરમાં 32, મુરૈનામાં 18 પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 965 થઈ ગઈ છે. જેમાંથી 2444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.
ઉત્તરપ્રદેશમાં 13 PAC જવાન સહિત 22, બિજનૌરમાં 20, ફર્રખાબાદમાં 04, આઝમગઢમાં 07 અને સોનભદ્રમાં 04 દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજાર 611એ પહોંચી ગઈ છે. સાથે જ ઈટાવા અને ગાઝીપુરમાં એક એક દર્દીનું મોત થયું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ 29 જૂનથી 5 જૂલાઈ સુધી શહેરમાં લોકડાઉન વધારી દીધું છે. નવી મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે. સાથે જ 194 લોકોના મોત થયા છે. આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાઉસિંગ સોસાઈટીમાં કામ કરનારાઓ ડ્રાઈવરની એન્ટ્રી પર પ્રતિબંધ નથી લગાવાયો.
રાજસ્થાનમાં બીકાનેરમાં 44, જયપુરમાં 26, ઝૂંઝૂનૂમાં 23, ધૌલપુરમાં 18, અલવરમાં 16, સિરોહીમાં 13, અજમેરમાં 09, કોટા અને રાજસમંદમાં 5-5, બાડમેરમાં 04, દૌસા અને હનુમાનગઢમાં 3-3, ઉદેયપુરમાં 03, કરોલીમાં 1 સંક્રમિત મળ્યો હતો. વંદે ભારત મિશન હેઠળ અન્ય દેશમાં ફસાયેલા 7331 ભારતીય રાજસ્થાન પાછા આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી 205 લોકો પોઝિટિવ મળ્યા છે.
બિહારમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9117 થઈ ગઈ છે. પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના 8 ડોક્ટર અને 5 નર્સ સહિત 21 કર્મચારી અત્યાર સુધી સંક્રમિત થયા છે. શનિવારે પણ નર્સ સહિત ત્રણ કર્મચારી પોઝિટિવ મળ્યા હતા.