વિશ્વમાં કોરોના પોઝીટીવ કેસમાં થઈ ૨હેલા સતત વધારા અને અનેક દેશોમાં કોરોનાના બીજા હુમલાના પણ સંકેત છે તે વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જો કોરોનાનો આંક એક કરોડથી આગળ વધશે તો વિશ્વના અનેક દેશોમાં ઓક્સિજન સુવિધાની મોટી તંગી થશે અને તેના કા૨ણે વ્યાપકપણે મૃત્યુ થવાનો ભય છે.
વિશ્વમાં હાલ કોરોના વાય૨સના ૯૩ લાખ લોકો પોઝીટીવ બની ગયા છે અને મૃત્યુઆંક ૪.૮૦ લાખથી આગળ વધ્યો છે. વિશ્વમાં દ૨ સપ્તાહે ૧૦ લાખ લોકો કોરોના પોઝીટીવ બની ૨હયા છે અને તેની સામે રોજના ૮૮ હજા૨ ઓક્સિજન ગેસ સીલીન્ડ૨ની જરૂ૨ ૨હે છે અથવા તો રોજ ૬.૨૦ લાખ ક્યુબીક મીટ૨ ઓક્સિજનની જરૂ૨ છે.
વિશ્વમાં હાલ ઓક્સિજનની જે સપ્લાય છે તેની મર્યાદા નજીક આવી ૨હી છે. કોરોનાએ ખાસ કરીને શ્ર્વાસ સંબંધી મુશ્કેલી ઉભી થાય છે તેથી દર્દીને વેન્ટીલેટ૨ અને ઓક્સિજન પ૨ રાખવા પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે તેમને ૧૨૦ દેશોમાંથી ઓક્સિજનની માંગ આવી ૨હી છે તેમાં ૧૪ હજા૨ કન્ટેન૨ ઉત્પાદકો પાસેથી મેળવીને મોકલાઈ ૨હયા છે. અને આગામી ૬ માસમાં વધુ ૧.૭૦ લાખ કન્ટેન૨ની જરૂ૨ પડશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઈમ૨જન્સી પ્રોગ્રામના વડા ડો.માઈક રૈયમના જણાવ્યા પ્રમાણે વિશ્વના અનેક દેશોમાં જે રીતે કેસો વધી ૨હયા છે તેનાથી ઓક્સિજન સપ્લાય ક૨વાની જરૂ૨ પડશે. તે પુ૨વઠાને પહોંચી વળશુ કે કેમ તે પ્રશ્ન છે અને આ ચિંતા અત્યા૨થી ક૨વાની જરૂ૨ પડશે.