ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 17,296 નવા કેસ સામે આવ્યા છે અને 407 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,90,401 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 15,301 લોકોના મોત થયા છે. જેમાંથી 2,85,637 લોકો સાજા થઈ ગયા છે જ્યારે 1,89,463 એક્ટિવ કેસ છે.
દેશમાં અત્યાર સુધી 77,76,228 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. 24 કલાકમાં 2,15,446 લોકોના ટેસ્ટ કરાયા હતા. જે સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે 4,841 કેસ સામે આવ્યા હતા આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,47,741 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા 70 હજારને પાર થઈ ગઈ છે. મુંબઇ જે રીતે કોરોના વાયરસના પ્રકોપમાંથી બહાર આવી રહ્યું છે તેવી આશા નહતી.
જે ગતિએ કોરોનાનો ચેપ મટવાનું અનુમાન નિષ્ણાતોએ મુક્યું હતું તેનાથી વધુ ઝડપે મુંબઇ કોરોના પર કાબૂ મેળવી રહ્યું છે. બીએમસી કોરોના ટેસ્ટિંગનો દર જૂન મહિનામાં દૈનિક ~ ૪,૫૦૦ કરી શકવામાં સફળ રહ્યું છે. મેમાં આ દર 4000ની આસપાસ સમેટાઇ ગયો હતો. કોરોનાના ચેપના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.