બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસ્ડન, લંડન ખાતે મંગળવારે તા. 23 જૂન, 2020ના રોજ રથયાત્રા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમા યુકે અને યુરોપના હજારો લોકો વેબકાસ્ટ દ્વારા પોતાના ઘરેથી જોડાયા હતા. .
સંસ્કૃત શબ્દો ‘રથ’ અને ‘યાત્રા’ (તીર્થયાત્રા અથવા શોભાયાત્રા) પરથી તારવેલા નામ સાથે રથયાત્રાને ‘રથના તહેવાર’ તરીકે ઓળખવામાં આવે છે. સાંજના ઉત્સવમાં મંદિરના ગર્ભગૃહમાં સુશોભિત રથ પર ભગવાનની મૂર્તિને આરૂઢ કરાવાઇ યાત્રા કઢાઇ હતી અને પ્રવચન, ગાયન અને ભક્તિ કાર્યક્રમ યોજાયો હતો.
નીસ્ડન મંદિરના મુખ્ય સાધુ યોગવિવેકદાસ સ્વામીએ ઉત્સવના અંતમાં આધ્યાત્મિક મહત્વ વિશે પ્રવચન કરી દરેકને ઉચ્ચતમ આધ્યાત્મિક આદર્શોનું આત્મિકરણ કરીને ભગવાનના રથમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
1970માં તેમની યુકે મુલાકાત દરમિયાન પૂ. યોગીજી મહારાજની હાજરીમાં રથયાત્રાની ઉજવણીની ઉન્નત યાદો સાથે કાર્યક્રમની સમાપન કરવામાં આવ્યું હતું.