વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 665 લોકોના મોત થઈ ચુક્યા છે. સંક્રમિતોનો આંકડો 90 લાખ 44 હજાર 581 થયો છે. અત્યાર સુધીમાં 48 લાખ 37 હજાર 952 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ચિલીમાં સંક્રમણના કેસ ઈટલીથી વધુ થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 2.42 લાખ થઈ છે, જ્યારે ઈટલીમાં 2.38 લાખ દર્દીઓ છે. બીજા તરફ પાકિસ્તાનમાં 1.81 લાખ કેસ થયા છે. અહીં એક દિવસમાં 4471 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે.
મેક્સિકોમાં સંક્રમણના મામલાઓ 1.80 લાખથી વધુ થઈ ગયા છે. અહીં એક દિવસમાં 5343 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 1044 લોકોના મોત થયા છે. આ મહાદ્વીપમાં અમેરિકા(23 લાખથી વધુ) પછી સૌથી વધુ કેસ છે. મેક્સિકોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 21 હજાર 825 થઈ છે.
સ્પેનમાં 24 કલાકમાં 141 નવા મામલાઓ નોંધાયા છે. વધુ એક દર્દીનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 28,323 લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 46 હજાર 272 લોકો સંક્રમિત થયા છે. નવા દર્દીઓમાં મેન્ડ્રિડમાં 55, એરગોન ક્ષેત્રમાં 33 અને કેટલોનિયામાં 25 પોઝિટિવ છે. સ્પેનમાં રવિવારથી લોકોને અવર-જવરની પરવાનગી આપવામાં આવી છે. યુરોપીય દેશોમાંથી લોકોને આવવા માટે સીમા ખોલવામાં આવી છે.
નેધરલેન્ડના હેગ શહેરમાં લોકડાઉનની વિરુદ્ધ દેખાવો કરી રહેલા લગભગ 400થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રવિવારે ટ્વિટ કર્યું- ધરપકડ કરવામાં આવેલા 400થી વધુ લોકોમાંથી મોટાભાગનાને છોડી મૂકવામાં આવ્યા છે. માલિવલ્ડ મેદાનમાં દેખાવો શાંતિપૂર્ણ રીતે શરૂ થયા હતા. જોકે પછીથી ફુટબોલ સમર્થકોએ પોલીસ સાથે ઝપાઝપા કરી હતી. આ લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પછીથી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીઅર ગેસના સેલ છોડ્યા.
કેલિફોર્નિયામાં 24 કલાકમાં 4515 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગે રવિવારે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં તેનાથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા 17,324 થઈ છે. આ પહેલા શુક્રવારે સૌથી વધુ 4317 નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં 20200થી વધુ મામલાઓ નોંધાયા છે.
ચિલીમાં 24 કલાકમાં વાઈરસના 5607 નવા મામલાઓ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 42 હજાર 355 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શનિવારે રાતે નવ વાગ્યા સુધીમાં દેશમાં 118 દર્દીઓના મોત થયા છે. અહીં મૃત્ય પામનારાઓની સંખ્યા 4,479 થઈ ગઈ છે.
બીજિંગમાં સંક્રમણના નવ નવા કેસ નોંધાયા છે. નગર નિગમે સોમવાર જણાવ્યું કે અહીં રવિવારે સંક્રમિત થયેલા લોકોમાંથી બે શંકાસ્પદ છે. જ્યારે પાંચ લોકોમાં કોઈ લક્ષણ દેખાઈ રહ્યાં નથી. આયોગ મુજબ બીજિંગમાં 11 જૂનથી 21 સુધીમાં 236 મામલાઓ કેસ નોંધાયા છે. આ તમામ મામલાઓ ઘરેલું સંક્રમણના છે.