સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના રોગીઓના યોગ્ય ઈલાજ અને મહામારીમાં મૃત્યુ પામતા લોકોના મૃતદેહ વિષે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ 19ના દર્દીઓની યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોના નિરીક્ષણ માટે તજજ્ઞોની સમીતી રચવી જોઈએ.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તજજ્ઞોની ટીમે હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ. સુધારાત્મક કાર્યવાહી થવી જોઈએ. એ ઉપરાંત દર્દીઓની દેખભાળ અને શબોના નિકાસમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ.
ન્યાયમૂર્તિ ભૂષણે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટની યોગ્ય ફી નકકી થવી જોઈએ. દેશભરમાં આ અંગે એકરૂપતા હોવી જોઈએ. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે તમામ વોર્ડોમાં સીસીટીવી લગાવવામાં આવે. અદાલતે જણાવ્યું હતું કે તે આ બાબતે આદેશ આપી શકે છે.