બીબીસીના રિપોર્ટર સિમા કોટેચા સામે લેસ્ટરમાં રેસીસ્ટ દુર્વ્યવહાર કરનાર આરોપી રસેલ રૉલિંગ્સનને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો.
કોરોનાવાયરસ લોકડાઉન નિયમોમાં બદલાવ અંગે બોરિસ જ્હોન્સનના ભાષણ અંગેની પ્રતિક્રિયા અંગેના કવરેજ દરમિયાન લેસ્ટર શહેરના સીટી સેન્ટરમાં બીબીસી ટેલિવિઝન ક્રૂ શૂટીંગ કરતુ હતું ત્યારે રેસીસ્ટ દુર્વ્યવહાર કરાયો હતો.
51 વર્ષીય રસેલે તા. 10 મે, રવિવારના રોજ સાંજે ઇરાદાપૂર્વક રેસીયલ ઉત્પીડન માટે દોષિત ન હોવાનુ જણાવી પત્રકારને અપશબ્દો કહ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. ગ્લેનફિલ્ડ રોડ, લેસ્ટરના રૉલિંગસનને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સપ્ટેમ્બરમાં સુનાવણી માટે હોજર રહેવા જણાવી જજ માર્ટિન હર્સ્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો.