બાર્ની ચૌધરી
એનએચએસના વરિષ્ઠ હોદ્દાઓ પર પૂરતુ પ્રતિનિધિત્વ કરવામાં આવતું ન હોવાથી એશિયન અને શ્યામ લોકો બિનજરૂરી અને અપ્રમાણસર સંખ્યામાં મૃત્યુ પામે છે એમ ડોકટરો, સંસદસભ્યો અને આરોગ્ય અધિકારીઓએ ગરવી ગુજરાતને જણાવ્યું છે. અમને એ જાહેર કરતા દુ:ખ થાય છે કે કોવિડથી છેલ્લા 10 દિવસમાં વધુ 17 BAME ડૉક્ટરો મૃત્યુ પામ્યા છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ યુનિયને કહ્યું હતું કે પબ્લિક હેલ્થ ઇંગ્લેંડની છ-અઠવાડિયાની રેસ સમીક્ષા પછીથી 35 માંથી 33ની સંખ્યા આવે છે.
“શ્યામ, એશિયન અને વંશીય લઘુમતીઓના લોકો નેતૃત્વ સિવાયનુ તમામ પ્રકારનુ કામ કરવા માટે ખૂબ સારા છે” એમ બીએમએના માનદ ઉપ પ્રમુખ ડૉ. કૈલાસ ચંદે જણાવ્યું હતું. “તેઓ મૃત્યુ પામવા માટે પૂરતા સારા છે, પરંતુ તેઓ નેતાગીરી કરવા માટે તેટલા સારા નથી.’’
‘’આજે પણ વસ્તુઓ પાછળ જઇ રહી છે પણ આગળ વધતી નથી. ફક્ત આરોગ્ય સેવા જ નહિ જ્યાં જીવનનો અસંગત અને નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. બ્રિટીશ સમાજના દરેક પાસાં – જાહેર અને ખાનગી સંસ્થાઓ, સિવિલ સર્વિસ, બિઝનેસાસ, રમતગમત અને કળા – એ જોવા માટે તપાસ કરવાની જરૂર છે કે કેવી રીતે વંશીય અસમાનતા શ્યામ અને એશિયન લોકોને ગંભીર નુકસાન પહોંચાડે છે’’ એમ સાંસદોએ જણાવ્યું હતું.
ન્યાયતંત્રને પણ પ્રણાલીગત જાતિવાદના આરોપમાંથી મુક્ત નથી. સરકારના આંકડા દર્શાવે છે કે માત્ર છ ટકા જજો બિન-શ્વેત છે. એક વ્યક્તિએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “ન્યાયતંત્રમાં મારા વ્યાવસાયિક જીવનના પાંચ વર્ષ સૌથી ખરાબ રહ્યા છે. બાર અને સોલિસીટરોએ હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.
હું ન્યાયતંત્ર વિશે કોઈ ટિપ્પણી નહીં કરીશ, ફક્ત એમ જ કહીશ કે તે 1980ના દસકાની જેમ ચાલે છે, અને તમે તે દિવસોને ખૂબ સારી રીતે યાદ કરશો.” ભૂતપૂર્વ શેડો ઇક્વાલીટી સેક્રેટરી અને બ્રેન્ટ સેન્ટ્રલ લેબર સાંસદ, ડોન બટલરે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તે પ્રણાલીગત છે અને તે સમાજના દરેક ક્ષેત્રમાં છે. આપણે કોઈને પણ પરાજિત અથવા દોષિત જણાવ્યા વગર વાતચીત કરવી પડશે.”
આ અઠવાડિયાના ઇસ્ટર્ન આઇમાં પણ બ્રિટીશ ફ્યુચર થિંક-ટેન્કના ડિરેક્ટર, સુંદર કટવાલા લખે છે, “એફટીએસઇ 100 કંપનીઓમાં ત્રીજી અને એફટીએસઇ350 દસમાંથી છ કંપનીઓ પાસે હજી પણ શ્વેત લોકોનું જ બોર્ડ છે. શ્યામ લોકોની હાજરી વાહિયાત રીતે ઓછી છે, તેથી બ્લેક લાઇવ્સ મેટર હેશટેગને ટ્વીટ કરતાં કોર્પોરેટ્સે સાંકેતિક આધારને વાસ્તવિક બદલાવમાં ફેરવવાની જરૂર છે.”
ઇંગ્લેન્ડના 277 એનએચએસ ટ્રસ્ટ્સમાંથી લગભગ ત્રીજા (32.2 ટકા)ના બોર્ડમાં BAME વંશનું કોઇ નથી. રેસ ઇક્વાલીટીના નવા આંકડા દર્શાવે છે કે એશિયન અને શ્યામ હેલ્થ કર્મચારીઓને તેમના મેનેજર્સ દ્વારા બુલી – દુર્વ્યવહાર કરવાની સંભાવના છે, ઔપચારિક રીતે શિસ્તબદ્ધ થવાની ઉંચી સંભાવના છે અને જ્યારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે ત્યારે નોકરી મેળવવાની સંભાવના ઓછી છે.
નિષ્ણાતો માને છે કે ઉપલા સ્તરે પ્રતિનિધિત્વના અભાવથી વંશીય લઘુમતી દર્દીઓની સારવાર પર વિનાશક અસર પડી શકે છે. બીએમએ અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલે જણાવ્યું હતું કે, ‘’જો આપણી પાસે BAME પૃષ્ઠભૂમિના લોકો ટોચ પર ન હોય તો સ્પષ્ટપણે તે નિર્ણયો, તે નીતિઓ, સાંસ્કૃતિક રૂપે સંવેદનશીલ નહીં હોય, અને તે સ્વાસ્થ્યના પરિણામોના સંદર્ભમાં ફરક પાડશે. આપણી પાસે મેનેજમેન્ટના ઉચ્ચ સ્તરે લોકોનું યોગ્ય મિશ્રણ હોવું જોઈએ જેથી નેતૃત્વની સ્થિતિમાં રહેલા લોકો ખાતરી કરે કે નીતિઓ ખરેખર સાંસ્કૃતિક રૂપે સંવેદનશીલ છે, BAME સમુદાયોને અસર કરતા વિવિધ પ્રકારના મુદ્દાઓને તે પ્રાધાન્ય આપે છે.”
ગરવી ગુજરાતે લઘુમતીઓની સંખ્યા ધરાવતા નગરો અને શહેરોમાં ટ્રસ્ટ બોર્ડના મેક-અપની તપાસ કરી હતી. અમે તાજેતરના એનએચએસ વર્કફોર્સ રેસ ઇક્વાલીટી સ્ટાન્ડર્ડ (ડબ્લ્યુઆરઇએસ)ના અહેવાલ સાથે પણ વંશીય અસમાનતાઓના ડેટાને ચેક કર્યા હતા અને 100,000 લોકો દીઠ કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સરખામણી કરી હતી. જે એશિયન અને શ્યામ પ્રતિનિધિત્વની ચિંતાજનક અભાવ અને માળખાકીય વંશીય અસમાનતાની સંભાવના દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, બર્કશાયર હેલ્થકેર એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના શ્યામ અને એશિયન સ્ટાફ સામે, શ્વેત સાથીદારોની તુલનામાં લગભગ છ ગણુ (5.6) વધુ ફોર્મલ ડીસીપ્લીનરી હીયરીંગ કરાયુ હતુ. બોર્ડના 13 સભ્યોમાંથી માત્ર બે જ BAME છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સ કહે છે કે પ્રત્યેક 100,000 માં 70 લોકો કોરોનાવાયરસથી મરી ગયા છે.
ટ્રસ્ટમાં સ્લાવને આવરી લેવામાં આવ્યુ છે, જેની કુલ વસ્તીના (2011 મુજબ) 54 ટકા અશ્વેત લોકો છે. તેના લેબર સાંસદ, ટેન ઢેસીએ, તેમના દાદી, કાકા અને તેમના સાઢુના પિતાને કોરોનાવાયરસમાં ગુમાવ્યાં છે. તેઓ બોર્ડરૂમમાં વધુ વિવિધતા માટે ઘણાં વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે “પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ, મહત્વનું કારણ એ છે કે જ્યારે આપણી પાસે શ્યામ અને એશિયન સમુદાયોના વ્યક્તિગત જ્ઞાન સાથે ખૂબ જ ઉચ્ચતમ સ્તરે વિચારની વિવિધતા હોય છે, ત્યારે ડાયાબિટીઝ, સ્થુળતા અને આરોગ્યના અન્ય પ્રશ્નો બાબતે તેમના જ્ઞાનના આધારે ફેરફારો લાગુ કરાય છે. તેથી, BAME સમુદાયોને અસર કરતા મુદ્દાઓ પર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. તેથી જ આપણે જે વસ્તુઓ ટોચ પર છે તે બદલવાની જરૂર છે.”
કેમ્ડેન અને ઇઝ્લીંગ્ટન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટનો BAME સ્ટાફ શ્વેત સાથીદારો કરતા શિસ્તબદ્ધ થવાની સંભાવના લગભગ 11 ગણી વધારે છે. કેમ્ડેનમાં 33 ટકા અને ઇઝ્લીગ્ટનમાં 32 ટકા લોકો વંશીય લઘુમતીઓના છે. છતાં બોર્ડના 15 સભ્યોમાંથી ફક્ત બે જ શ્યામ અથવા એશિયન છે. ઓએનએસના આંકડા દર્શાવે છે કે ઇઝ્લીંગ્ટનમાં કોવિડથી દર 100,000 લોકોમાં 81 લોકો અને કેમ્ડેનમાં 100,000માંથી 55 લોકો મૃત્યુ પામ્યા છે.
મિડલેન્ડ્સ અને ઇંગ્લેન્ડની ઉત્તરમાં ઓછામાં ઓછા 13 ટ્રસ્ટમાં વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ નથી. તેમાં ઓલ્ડહામ, માન્ચેસ્ટર, ડર્બી, નોટિંગહામ અને લિવરપૂલ જેવા સ્થાનો શામેલ છે જે બધે નોંધપાત્ર BAME સમુદાયો વસે છે.તા. 16ના રોજ પ્રકાશિત અહેવાલમાં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ સમાન તારણો પર પહોંચ્યું છે. તે અહેવાલમાં છેલ્લા છ અઠવાડિયામાં આ અખબાર સાથે વાત કરતા નિષ્ણાંતોની સમાન ભલામણો કરવામાં આવી છે. તેમાં યોગ્ય રીસ્ક એસેસમેન્ટ, પર્યાપ્ત વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) અને જેઓ મૃત્યુ પામ્યા છે તેમના વંશીયતા અને વ્યવસાય વિશે વધુ સારી રીતે ડેટાનો સંગ્રહનો સમાવેશ કરાયો છે.
ડર્બીશાયર કમ્યુનિટિ હેલ્થ સર્વિસીસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ, એનએચએસ કન્ફેડરેશનના વરિષ્ઠ સ્વતંત્ર ટ્રસ્ટી અને ડર્બી સિટી પ્રાઇમરી કેર ટ્રસ્ટના ભૂતપૂર્વ સીઈઓ પ્રેમસિંહ કહે છે કે ‘’આપણે વરિષ્ઠ નેતૃત્વની સ્થિતિમાં વધુ કરી શકીએ છીએ. હું વધુ કરી શકું છું, અને તે કરવા માટે હું સખત મહેનત કરી રહ્યો છું. પરંતુ મને લાગે છે કે આપણે ટોચ પર પ્રતિનિધિત્વ કરતા વધુ વ્યાપક વિચારવાની જરૂર છે.
આપણે સંસ્કૃતિ વિશે અને આપણા સ્ટાફના ક્રોસ સેક્શનની પ્રતિબદ્ધતા વિશે વિચારવાની જરૂર છે જે સમાજના એક ક્રોસ વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજમાં ભાગલા પડ્યા છે, તેથી સંસ્કૃતિક રીતે સક્ષમ એવા પ્રતિબદ્ધ કર્મચારી બનાવવા માટે આપણે કેવી રીતે સામાજિક ચળવળ કરી શકીએ? ચિંતા માત્ર BAME સ્ટાફની નથી.’’ તેમનુ ટ્રસ્ટ ‘રિવર્સ મેન્ટરિંગ’ યોજના ચલાવી રહ્યું છે, જ્યાં જુનિયર BAME સાથીદારો વધુ અનુભવી નોન-BAME નેતાઓને માર્ગદર્શન આપે છે. સિંઘને સ્ટાફના એક અક્ષમ સભ્ય દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.
પ્રેમસિંહ કહે છે કે “અમારે ખાતરી કરવાની જરૂર છે કે સમગ્ર એનએચએસ સ્ટાફ વધુ સાંસ્કૃતિક રીતે સજ્જ છે. તેમણે તેમના BAME સાથીદારોની સાથે સમજવાની જરૂર છે કે શેની જરૂર છે, જેથી દરેક સાથે કામ કરી શકે. અમે શ્વેત સાથીઓને BAME નેટવર્કમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.’’ ટૂંકમાં શ્રી સિંઘ સમગ્ર NHSના કલ્ચરને બદલવા કોલ કરે છે જેના ડૉક્ટર્સ યુનિયન દ્વારા ટેકો આપવામાં આવે છે. ડો. નાગપૌલ જણાવે છે કે “અમારા બીએમએનો સર્વે દર્શાવે છે કે BAME ડોકટરો સલામતી અંગે બોલવામાં સમર્થ નથી. તેમને લાગે છે કે તેમને દોષીત ઠેરવવામાં આવી શકે છે, તેઓ અનુભવે છે કે તેમની કારકિર્દીની સંભાવનાઓને અસર કરે છે.”
પડોશી ડર્બીશાયર હેલ્થકેર ઇંગ્લેન્ડના આઠ ટ્રસ્ટ્સમાંથી એક છે જેના ચીફ એક્ઝિક્યુટિવ BAME ના છે. તે ઇફ્તિ મજિદે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’અમારા ટ્રસ્ટે શ્યામ અને એશિયન સ્ટાફ સાથે મળીને પર્સનલાઇઝ્ડ રીસ્ક એસેસમેન્ટ પ્રોસેસ માટે સહયોગ આપ્યો છે. આજની તારીખે 441 રીસ્ક અસેસમેન્ટ પૂર્ણ થઈ છે અને અમે માગીએ છીએ કે આ સમીક્ષા માસિક ધોરણે કરવામાં આવે. એનએચએસમાં વરિષ્ઠ સ્તરે વિવિધતામાં સુધારો થવો જ જોઇએ, તમામ હેલ્થ કેર લીડર્સે અન્ય લોકોનો આદર કરવા, તફાવતનો આદર કરવા અને વિવિધતાને મૂલવવા માટે જવાબ આપવાની જવાબદારી છે.”
ગરવી ગુજરાતે એવું પણ શોધી કાઢ્યું છે કે વૉલ્સોલ હેલ્થકેર એન.એચ.એસ. ટ્રસ્ટમાં શ્વેત અરજદારોની સંખ્યા BAME ની તુલનામાં શોર્ટલિસ્ટેડ ઇન્ટરવ્યુ માટે ત્રણ ગણી (2.73) હતી જેમને નોકરી મળવાની સંભાવના વધારે છે. તે બોર્ડના 18 સભ્યોમાંથી છ શ્યામ અથવા એશિયન છે અને તેમાં અઘ્યક્ષનો પણ સમાવેશ થાય છે.
કેટલાક કિસ્સાઓમાં, ફક્ત શ્યામ કે એશિયન નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રજૂઆત કરે તો પણ તેમનો અવાજ દબાઇ જાય છે. તેઓ મેડિક ન હોવાથી પડકાર આપી શકતા નથી અને કારકિર્દી ગુમાવવાનો પણ ડર હોય છે. તેથી, સરકાર બોર્ડમાં વધુ વિવિધતા ઇચ્છે તો પણ યોગ્ય એનઈડી બનાવવાની જરૂર છે. અનુભવ અને આત્મવિશ્વાસ તેની પૂર્વ આવશ્યકતાઓ હોવા જોઈએ. ”
જ્યાં 17 બોર્ડ સભ્યોમાંથી કોઈ પણ BAME નથી તે વિરલ યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે “આગાહી કરવી શક્ય નથી અને BAME બોર્ડના સભ્ય કોઇ BAME રીસ્ક એસેસમેન્ટ માટેના અભિગમમાં બદલાવ લાવી શકે છે તે નક્કી કરવા માટે કોઈ પુરાવા જરૂરી નથી. અમારા રીસ્ક એસેસમેન્ટમાં BAME પરિબળોને શામેલ કરવા અમે ત્વરિત અને સક્રિય કાર્યવાહી કરી છે.”
દરમિયાન, બાર્ન્સલે હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જેના બોર્ડમાં કોઈ BAME નથી અને ચાર ટકા જ અશ્વેત લોકોની વસ્તી છે તેમણે કહ્યું હતું કે, “હેલ્થકેરમાં કામ કરતા BAME સાથીઓ પર કોવિડ-19ની સ્પષ્ટ અપ્રમાણસર અસર તમામ હેલ્થ કેર સંસ્થાઓને અસર કરતો મુદ્દો છે અને તેમાંની એક બાર્ન્સલી તેને ખૂબ ગંભીરતાથી લે છે.”