ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે. આગામી 18-19 જૂનના દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ભારે વરસાદને લીધે માછીમારોને આગામી 3 દિવસ દરિયો નહીં ખેડવાની પણ સૂચના છે. ’ગુજરાતમાં 1 થી 16 જૂન દરમિયાન લોંગ પીરિયડ એવરેજ પ્રમાણે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે. જેમાં કચ્છમાં 170 ટકા, બનાસકાંઠામાં 153 ટકા, મોરબીમાં 393 ટકા, મોરબીમાં 360 ટકા, અમદાવાદમાં 15949 ટકાનો સમાવેશ થાય છે. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં સવારથી જ બફારાનું પ્રમાણ વધતા લોકો ત્રસ્ત થઇ ગયા હતા.