Getty Images)

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5213 આરટીપીઆર ટેસ્ટમાં નવા 495 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે આ સાથે સારવાર હેઠળના 31 દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડતાં કુલ આંક 1400 ને પાર કરી 1416 થયો છે. સમગ્ર દેશમાં ટોપ ફાઇવમાં 6.27 ટકા સાથે સૌથી વધારે છે. આ સંખ્યામાં સૌથી મોટો ફાળો ધરાવતા અમદાવાદમાં ચોવીસ કલાકમાં વધુ 327 દર્દીઓ શોધાયા છે જ્યારે 21 દર્દીઓના જીવ કોરોના મહામારીમાં ગયા છે.

અમદાવાદ પછી સૌથી ગંભીર સ્થિતિ સુરતમાં છે અહીં 8 કેસ જિલ્લામાંથી અને 69 કેસ મહાનગરના સંક્રમિત વિસ્તારોમાંથી મળ્યા છે જ્યારે વધુ 3 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. મૃત્યુની દ્રષ્ટીએ હવે સુરત એકસોની નજીક પહોંચી રહ્યું છે જ્યારે કેસમાં અઢી હજાર સુધી પહોંચશે. સુરત બાદ વડોદરામાં નવા ૩૭ કેસ મળી આવ્યા છે જેમાં પાદરામાં સુપર સ્ર્પેડર્સના લીધે એકાએક કેસ વધી રહ્યા છે

અહીં માર્કેટને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વડોદરામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાથી સંક્રમિત દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. પરંતુ હવે જિલ્લાઓમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય એમ ગાંધીનગરમાં એક સાથે બે દર્દી, અરવલ્લી, પાટણ અને ભરૂચમાં એક એક દર્દીના મૃત્યુ ઉમેરાયા છે. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં અન્ય રાજ્યના દર્દીઓનો આંક 35 સુધી પહોંચ્યો છે

એમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ, રાજ્યના કુલ કેસ વધીને ૨૧૫૬૨ થયા છે જ્યારે કુલ મૃત્યુ આંક ૧૪૧૬ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૩૯૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાતા કુલ આંક ૧૫૫૦૧ થયો છે. આ સંજોગોમાં હાલ રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૫૬૪૫ થઇ છે એમાંથી ૬૮ વેન્ટીલેટરી કેર ઉપર છે અને બાકીના ૫૫૭૭ સ્ટેબલ છે.