આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. દેશમાં સૌપ્રથમ વખત એક દિવસમાં 396 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ સાથે જ 24 કલાકમાં 10,956 લોકો સંક્રમિત થયા છે જે કેસમાં રેકોર્ડ ઉછાળો દર્શાવે છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસો 2.97 લાખને પાર થઈ ગયા છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ ભારત વિશ્વના દેશોની યાદીમાં યુકેથી આગળ નિકળીને ચોથા ક્રમે આવી ગયું છે. કોરોનાના વધતા કેસો વચ્ચે સૌથી રાહતની બાબત એ છે કે પોઝિટિવ દર્દીઓ સામે સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં 1,47,195 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં હાલમાં 1,41,842 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. દેશમાં એક જ દિસમાં 10,000થી વધુ કેસો સૌપ્રથમ વખત નોંધાયા છે અને તેની સાથે જ કુલ કેસોનો આંકડો 2,97,535 પર પહોંચી ગયો છે. 24 કલાકમાં 396 મૃત્યુ નોંધાતા કુલ મૃતકોની સંખ્યા 8,498 થઈ છે.