કોવિડ-19ના ચેપ સાથે યુકેની હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી અડધાથી વધુ સગર્ભા સ્ત્રીઓ શ્યામ, એશિયન અને અન્ય વંશીય લઘુમતી (BAME) જૂથોની હતી તેમ બીએમજે દ્વારા સોમવાર તા. 8 જૂનના રોજ પ્રકાશિત થયેલા એક અભ્યાસમા જણાવતા રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સ (આરસીએમ)એ તાત્કાલિક પગલા લેવાની હાકલ કરી છે.
આરસીએમના ચીફ એક્ઝિક્યુટિવ ગિલ વૉલ્ટને કહ્યું હતું કે “આ મુદ્દાને હલ કરવા માટે સરકાર તરફથી સ્પષ્ટ અને તાકીદની દિશા તથા નેતૃત્વની જરૂર છે. BAME પૃષ્ઠભૂમિની મહિલાઓ રોગચાળા પહેલાં તેમની ગર્ભાવસ્થામાં અને આસપાસ મૃત્યુ પામે છે. રોગચાળાની આ કટોકટીએ આ પ્રમાણને વધારે તીવ્ર બનાવ્યું છે અને મહિલાઓને જોખમમાં મૂકી છે. આ મહિલાઓ માટે મદદ અને ટેકો છે, પરંતુ આપણે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે સૌથી વધુ જરૂરી સમુદાયો માટે સુલભ બને. મિડવાઇફ્સ અને તેમના સાથીઓના ભારે પ્રયત્નો છતાં BAME સગર્ભા મહિલાઓ હજી પણ અસ્વીકાર્ય જોખમમાં છે.”
આરસીએમ દ્વારા આ કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન મદદ ઉપલબ્ધ છે તે બાબતે BAME બેકગ્રાઉન્ડની સગર્ભા સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા અને તેમને અને તેમના કુટુંબીજનોને ખાતરી આપવા પહેલેથી જ એક લક્ષિત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ પોસ્ટર ઝુંબેશમાં જણાવાયું છે કે ‘’જો તમને ખાંસી હોય, શ્વાસ ન લેવાય અથવા તાવ કે ઠંડી લાગે તો તમારી મિડવાઇફને જાણ કરો. તમારી બધી એપોઇન્ટમેન્ટમાં હાજર રહો, ભલે તે ફોન કે વિડિઓ દ્વારા હોય. તમારા બાળકની હિલચાલ અંગે ચિંતિત હો કે જો તમને લોહી નીકળતું હોય તો તરત જ તમારી મિડવાઇફને બોલાવો. તમારા ઘરે મીડવાઇફ આવે ત્યારે ખાનગી જગ્યામાં તેની સાથે વાત કરો.