કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. ત્યારે લોકડાઉનના પાંચમાં તબક્કાને સરકારે અનલોક-1નું નામ આપ્યું છે. હવે આ તબક્કામાં લોકોને ધીમે-ધીમે ઘણી બધી છૂટ મળી રહી છે. તાજેતરમાં બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને લોકડાઉનને લઇને પોતાનો અનુભવ ટ્વિટને મારફતે લોકો સામે વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચને લોકડાઉનને લઇને ટ્વિટ કરીને લખ્યુ છે કે, ‘આ લોકડાઉનના સમયગાળામાં મેં જેટલુ પણ શીખ્યું, સમજ્યું, અને જાણ્યું એટલું મેં મારા 78 વર્ષના સમયગાળામાં ન તો શીખ્યું હતું, ન તો સમજ્યું હતું અને ન તો જાણ્યું હતું!
આ હકિકતને વ્યક્ત કરવું, આ શીખ, સમજ અને જાણવાનું જ પરિણામ છે.’ અમિતાભ બચ્ચની આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ચાર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મોમાં ચેહરે, ઝુંડ, બ્રહ્માસ્ત્ર અને ગુલાબો-સિતાબો સામેલ છે. થોડાક દિવસ પહેલા જ બિગ બીની અપકમિંગ ફિલ્મ ઝુંડનું ટ્રેલર પણ રિલીઝ થયું હતું. જેમાં તેઓ કોચના રૂપમાં જોવા મળી રહ્યા હતા. બીગ બી લોકડાઉનમાં ઘરે રહ્યા પછી પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો મારફતે કોરોના વાયરસથી જાગરૂકતા ફેલાવી રહ્યા છે.