કોરોના મહામારીને પગલે ૨૦૨૦માં ચીનમાં થનારી કોમોડિટીની કુલ વૈશ્વિક નિકાસમાં ૧૫.૫ બિલિયન ડોલરથી ૩૩.૧ બિલિયન ડોલર એટલે કે ૪૬ ટકાનો ઘટાડો થઇ શકે છે તેમ યુએનની એક વેપાર સંસ્થાએ જણાવ્યું છે.
યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ(યુએનસીટીએડી)એ જણાવ્યું છે કે આ અહેવાલ એવા દેશો ચિંતાજનક છે જેઓ કોમોડિટી વસ્તુઓની નિકાસ પર નિર્ભર છે.
યુએનસીટીએડીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૦માં ચીનમાં થનારી કોમોડિટીની કુલ વૈશ્વિક નિકાસમાં ૧૫.૫ બિલિયન ડોલરથી ૩૩.૧ બિલિયન ડોલર એટલે કે ૪૬ ટકાનો ઘટાડો થઇ શકે છે.આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોમોડિટી આધારિત વિકાસશીલ દેશોની નિકાસમાં ૨.૯ બિલિયનથી ૭.૯ બિલિયન ડોલરનો ઘટાડો થઇ શકે છે. જે વાર્ષિક વિકાસ દરમાં ૯ ટકાનો ઘટાડો દર્શાવે છે.
વૈશ્નિક કોમોડિટીની કુલ નિકાસ પૈકી ૨૦ ટકા નિકાસ માત્ર ચીનમાં થાય છે ત્યારે જો ચીન આ વસ્તુઓની આયાત ઘટાડશે તો કોમોડિટી વસ્તુઓની નિકાસ પર નિર્ભર વિકાસશીલ દેશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
યુએનસીટીએડીના અર્થશાસ્ત્રીના માર્કો ફુગાઝ્ઝા દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.
તેમના આ સંશોધનથી વિકાસશીલ દેશોને નીતિ ઘડવામાં મદદ મળશે. એલએનજી(લિકવિફાઇડ નેચરલ ગેસ), આયર્ન, ઉર્જા પેદાશો, કાચી ધાતુ, અનાજ, સોયાબિન સહિતની કોમોડિટીની ચીનમાં થતી નિકાસમાં ઘટાડો જોવા મળશે.