રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ(RIL)એ શુક્રવારે કહ્યું કે અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલા તેમના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સા માટે 9093.6 કરોડ રૂપિયાનું રોકણ કરશે. જિયો પ્લેટફોર્મ્સને 6 સપ્તાહથી પણ ઓછા સમયમાં આ છઠ્ઠો રોકાણકાર મળ્યો છે.
અત્યાર સુધીમાં તેને 18.97 ટકાના હિસ્સા માટે 87655.35 કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે. આરઆઈએલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુબાદલાએ આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સની ઈક્વિટી વેલ્યુ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝીઝની વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા પર કર્યું છે.
આરઆઈએલએ કહ્યું છે કે આ રોકાણ દ્વારા મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સો મળી જશે.રોકાણની રીતે આરઆઈએલનું જિયો પ્લેટફોર્મ્સ અમેરિકાની કંપનીઓની પ્રથમ પસંદગી છે. હવે મુબાદલ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકરનારી પ્રથમ અમેરિકાની ન હોય તેવી કંપની છે. આ પહેલા રોકાણ કરનારી ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆર એન્ડ કંપની સહિતની કંપનીઓ અમેરિકાની છે.