ટૂરિસ્ટ વિઝા પર ભારત આવનારા 2200 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ નાગરિકો ટૂરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલીગી જમાતની ગતિવિધિઓમાં સામેલ થયાં હતા.
આ નાગરિકોને વીઝા નિયમોનું ઉલ્લંઘન કરવા માટે 10 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તબલીગી જમાતના 2200થી વધારે વિદેશી સભ્યો છે જેમણે ભારતનો પ્રવાસ કર્યો અને સમગ્ર દેશમાં તબલીગી ગતિવિધિઓમાં પર્યટક વિઝા પર ભાગ લીધો. તેમના પર 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પ્રતિબંધ લગાવવામાં આવેલા વિદેશીઓની સંખ્ચા વધી શકે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બ્લેકલિસ્ટ કરવામાં આવેલા વિદેશીઓમાં માલી, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, નાઈઝિરિયા, કેન્યા, મ્યાનમાર, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને નેપાળના નાગરિકો સામેલ છે. તેમના પર આગામી 10 વર્ષ સુધી ભારતમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.