વડાપ્રધાન બોરીસ જ્હોન્સન, અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને વૉશિંગ્ટનમાં જી 7 સમિટમાં રૂબરૂમાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકારનારા વિશ્વના અગ્રણી નેતા બન્યા છે.
મૂળ 10 જૂનથી શરૂ થનારી આ બેઠક રોગચાળાએ જોર પકડતા વિડિઓ કોન્ફરન્સ દ્વારા થવાની હતી. શ્રી ટ્રમ્પે આ મહિને કહ્યું હતું કે તેઓ પશ્ચિમી વિશ્વને “સામાન્ય” તરફ પાછા ફરવાના પ્રતીક તરીકે આ બેઠકને રૂબરૂ કરવા માંગે છે.
સંસર્ગનિષેધ નિયમોનો અર્થ એ છે કે વડા પ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળે લંડન પાછા ફરશે ત્યારે 14 દિવસ માટે આઇસોલેટ થવું પડશે. સોમવારે બંને નેતાઓએ ફોન પર યુ.એસ.માં નેતાઓની બેઠકના મહત્વ અંગે ચર્ચા કરી હતી. જેમાં હોંગકોંગ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદવાની ચાઇનાની યોજનાઓ અને ચીની ટેલિકોમ કંપની, હ્યુવેઇ પર આકરી કાર્યવાહી અંગે ચર્ચા થઇ હોવાનો સંકેત છે.
જ્હોન્સનના બ્રિટનમાં 5જી નેટવર્ક બનાવવા માટે હ્યુવેઇને ભૂમિકા આપવાની મંજૂરીને પગલે યુએસ રોષે ભરાયુ હતુ અને રોગચાળાના સંદર્ભમાં ચીન સાથેના તનાવમાં વધારો થતાં વિવાદ વકર્યો છે. વ્હાઇટ હાઉસે હજી સુધી વિશ્વના નેતાઓ અને તેમના પ્રતિનિધિ મંડળને વાયરસથી સુરક્ષિત રાખવા અંગેના દરખાસ્ત અંગે વિગતો આપી નથી.