ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 8 હજાર 171 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 204 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 70 હજાર, દિલ્હી અને તામિલનાડુમાં 20 હજારને પાર થઈ ગઈ છે. તેની સાથે જ ભારત દર્દીઓની સંખ્યાના મામલામાં વિશ્વનો 7મો દેશ બની ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં 2361, તમિલનાડુમાં 1162, દિલ્હીમાં 990, ગુજરાતમાં 423, ઉતર પ્રદેશમાં 286, પશ્ચિમ બંગાળમાં 271, રાજસ્થાનમાં 269, હરિયાણામાં 265, મધ્યપ્રદેશમાં 194, કર્ણાટકમાં 187, જમ્મુ-કાશ્મીરમાં 155 અને બિહારમાં 138 દર્દીઓ મળ્યા. આ સિવાય 6414 દર્દીઓ બીજા વધ્યા, જોકે ક્યાં રાજ્યમાં એ સ્પષ્ટ થતું નથી.
બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 8 હજાર 171 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 204 લોકોના મોત થયા છે. તેની સાથે જે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 706એ પહોંચી ગઈ છે. તેમાંથી 97 હજાર 581 એક્ટિવ કેસ છે.
અત્યાર સુધીમાં 5 હજાર 598 લોકોના બીમારી મોત થયા છે. કોરોનાવાઈરસનું સંક્રમણનું 28 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સંક્રમણના કેસ છે. તેમાં દિલ્હી, ચંદીગઢ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી અને દાદરા અને નગર હવેલી પણ સામેલ છે.