બિલિયોનેર પ્લેબોય પ્રીટિ લિટલ થિંગના સ્થાપક ઉમર કામનીએ ઓનલાઇન ફેશન કંપનીમાંનો પોતાનો હિસ્સો તેના પિતાની કંપની બુહૂને £324 મિલિયનમાં વેચી દીધો હતો. આ સોદાનુ મુલ્ય £269.8 મિલીયન છે પરંતુ પરંતુ શેરના ભાવોના આધારે તે £54 મિલિયન વધી શકે છે. £1 બિલીયનથી વધુની સંપત્તિ બનાવનાર 32 વર્ષીય ઉમર કામનીએ તાજેતરમાં જ કરદાતાઓના ખર્ચે પોતાની માન્ચેસ્ટર સ્થિત કંપનીના 86 સ્ટાફ સદસ્યોને ફર્લો કરી દીધા હતા.
ઇસ્ટર્ન આઇ એશિયન રીચ લીસ્ટ-2019માં બુહુની સંપત્તી £845 મિલીયન દર્શાવવામાં આવી હતી. જે ગત 2018 કરતા £45 વધુ હતી.
32 વર્ષનો ઉમર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર નિયમિત રીતે વૈભવી જીવનશૈલીનો આનંદ માણતો જોવો મળે છે. શેડોફોલે એવો આક્ષેપ કર્યો હતો કે બૂહૂએ તેની ફ્રી કેશફ્લોની સ્થિતિની ‘ભ્રામક છાપ’ ઉભી કરી છે. લવ આઇલેન્ડ સ્ટાર્સ જેવા કે મોલી-મે હેગ અને ગર્લ બેન્ડ લિટલ મિક્સ, તાજેતરના વર્ષોમાં પ્રીટિ લિટલ થિંગ બ્રાન્ડનુ જાહેરમાં સમર્થન કરનાર હસ્તીઓમાં શામેલ છે. કાઇલી જેનર, ક્લોઇ કાર્ડાશિયન, નિકોલ શેર્ઝિંગર અને પેરિસ હિલ્ટન સહિતની અન્ય હસ્તીઓ પણ ફેશન બ્રાન્ડ પ્રીટિ લિટલ થિંગના કપડા પહેરેલી જોવા મળી હતી.
તેની કંપનીએ લોકડાઉન દરમિયાન કામગીરી બંધ કરી ન હતી, જેના કારણે કામ કરવાની પરિસ્થિતિ અંગે યુનિયનો તરફથી કેટલીક ફરિયાદો ઉદ્ભવી હતી. બીજી તરફ તે બે રોલ્સ રોયસ ફેન્ટમ્સ, £300,000ની લેમ્બર્ગિની એવેન્ટાડોર, £92,000ની કસ્ટમાઇઝ્ડ જી-ક્લાસ મર્સિડીઝ અને હાઇ એન્ડ રેન્જ રોવર સહિતની કારનો કાફલો ધરાવે છે.
તે પ્લેબોય જીવનશૈલી તરફ દોરી જાય છે, પી ડીડ્ડી, જેનિફર લોપેઝ અને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવી હસ્તીઓ સાથે નિયમિતપણે ખાનગી જેટ દ્વારા મુસાફરી કરે છે.