કોવીડ-19ના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે કેરળમાં મંદિરોની આવક વધારવા અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા ત્રાવણકોટ દેવસ્વામ બોર્ડ (ટીડીબી) કેરળના મંદિરમાં ઉપયોગમાં ન આવતા વાસણ અને તાંબા-પીતળને વેચવા જઇ રહ્યું છે. આ સામાનની માત્રા અનેક સો ટનમાં છે.
ટીડીબી કેરળમાં 1248 મંદિરોના સંચાલનનું કામ કરે છે. તેમાં પ્રસિઘ્ધ સબરીમાલા, અયપ્પા મંદિર, તિરૂવનંતપુરમમાં પદમનાની સ્વામી મંદિર, હરિપદ શ્રી સુબ્રહ્મણ્ય મંદિર, અદ્રેમન મહાદેવ મંદિર અને અંબાલા પુજા શ્રી કૃષ્ણ મંદિર સામેલ છે. આ નિર્ણયથી લોકો નિરાશ છે અને સોશ્યલ મીડિયામાં લોકો વિરોધ કરી રહ્યા છે. ભકતો દ્વારા દાન કરવામાં આવેલ વાસણો અને દિવાની હરામ કરવાની યોજના ટીડીબી બનાવી રહ્યું છે. જેની સારી રકમ મળે તેવી આશા છે.
સબરીમાલા અને ગુરૂવાયુર મંદિરમાં અનેક ગણુ દાન કરવામાં આવે છે. આ એક-એક દિવાની કિંમત 3000થી 5000ની વચ્ચે છે. કેરળના બધા 1248 મંદિરોમાં આવા દીવા અને વાસણો છે. કેરળમાં મંદિરોમાં પીતળના મોટા મોટા દીવા દાન કરવાનો રીવાજ છે. જેને નેયવિલ્લકુ સસરપનમ કહેવામાં આવે છે.
અહીં માન્યતા છે કે ઘીના દીવા દાન કરવાથી ઘરમાં સુખ-સમૃઘ્ધિ આવે છે. ગુરૂવાયર મંદિરમાં રોજ અંદાજે 8000થી 9000 સુધી દીવા દાનમાં આવે છે. ટીડીબીમાં અંદાજે 6500 કર્મચારીઓ છે. મોટા ભાગે પૂજારી મંદિરના કલાકાર અને અન્ય મંદિર વ્યવસ્થાપક કર્મી છે. ટીડીબી કર્મી સરકારી કર્મચારી જેવા હોય છે. તેટલે જ તેમને બધા સરકારી લાભ મે છે. રિટાયરમેન્ટ બાદ પેન્શન પણ મળશે.