બર્મિંગહામ એજબસ્ટનના સંસદસભ્ય અને શેડો આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ, પ્રીત કૌર ગિલે ફ્રન્ટલાઇન પર કામ કરતા શીખ મતદારોની ચિંતા વ્યક્ત કરતો એક પત્ર હેલ્થ સેકેટરી મેટ હેનકોકને લખી જણાવ્યું હતું કે તેમને જે માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે તે ટેસ્ટમાં ફિટ પૂરવાર થયા નથી.
તેના પત્રમાં પ્રીતે જણાવ્યું હતું કે “પ્રાયમરી કેર સેટિંગ્સમાં કામ કરતા ઘણા ક્લિનિશિયન, જેમ કે ડોકટરો અને ડેન્ટીસ્ટ્સને પૂરા પાડવામાં આવેલા માસ્ક દાઢીના કારણે ફીટ થતા નથી. તા. 24 મી એપ્રિલના રોજ મેં સંસદીય સવાલ દ્વારા આ બાબતને તમારા ધ્યાન પર લાવવા લખ્યું હતું અને મને દુ:ખ છે કે મને હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. હું આશા રાખું છું કે તમે સંમત થશો કે કોઈ પણ શીખની તેના ધર્મની માન્યતાને તોડવા કે તેની સલામતી સાથે સમાધાન કરવા અથવા ફન્ટલાઇન પ્રત્યેની કટિબદ્ધતા વચ્ચે પસંદગી ન કરવી જોઈએ. તેમ છતાં ઘણા શીખો મોટી દાઢીને કારણે એફએફપી અને એફએફપી3 પ્રકારનાં માસ્કની નબળી યોગ્યતાને કારણે ફિટ ટેસ્ટ આપી શક્યા નથી. ”
પ્રીત કૌર ગિલે મેટ હેન્કોકને આ મુદ્દાની તપાસ કરવા હાકલ કરી છે.