વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 49.86 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.25 લાખ લોકોના મોત થયા છે. 19.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મહાસચિવે એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિકસિત દેશો કોરોના સામે લડવાની બાબતમાં ઓફ્રિકાના દેશો પાસેથી શીખી શકે છે. આફ્રિકાના દેશોએ કોરોના સામે લડવા માટે યોગ્ય સમયે પગલા ભર્યા છે.
આ કારણે ત્યાં સંક્રમણની ગતિ ધીમી છે. અમેરિકામાં અટકાયતમાં રખાયેલા 1145 પ્રવાસીઓ કોરોના સંક્રમિત છે. અટકાયત કરાયેલા 2194 લોકોની તપાસ કરાઈ હતી.બ્રાઝીલમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીં 24 કલાકમાં 17 હજાર 408 કેસ નોંધાયા છે અને 1179 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં કુલ 2.72 લાખ કેસ નોંધાય ચૂક્યા છે અને 17 હજાર 983 લોકોના મોત થયા છે.
જાપાનમાં કોરોના સંક્રમણ રેટમાં સતત ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર 25 નવા કેસ નોંધાય છે. જાપાનમાં કુલ 17 હજાર 104 કેસ નોંધાયા છે, જ્યારે 768 લોકોના મોત થયા છે.રશિયામાં કોરોના સંક્રમણનો આંકડો ત્રણ લાખે પહોંચી ગયો છે. અહીં 2837 લોકોના મોત થયા છે.
રશિયામાં 73.52 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.પેરુમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 99 હજાર 483 થઈ ગઈ છે. અહીં 2914 લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે બુધવાર સવારથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. એક હોલમાં 50 લોકોને ભેગા થવાની મંજૂરી અપાઈ છે. અહીં કોરોનાના 16 હજાર 659 કેસ નોંધાયા છે અને 278 લોકોના મોત થયા છે.