- આધ્ય શક્તિ માતાજી મંદિર, 55 હાઇ સ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ મંદિરને દર્શન માટે કેટલીક શરતોને આધીન ખોલવામાં આવ્યુ છે. પૂજા, આરતી અને દર્શન માટે અગાઉથી પરવાનગી સાથે મુલાકાતની લઈ શકાશે. જેના સ્લોટ્સ મર્યાદિત છે. આગમન વખતે હાથ ધોવાના રહેશે અને એક સમયે વધુમાં વધુ 5 લોકોને 2 મીટરનું અંતર જાળવવાનો રહેશે. પાર્કિગ કે ટોયલેટેસનો ઉપયોગ કરી શકાશે નહિ. તે જ રીતે દેવી-દેવતાની મૂર્તિઓનો સ્પર્શ કરવો નહિ. પાદરીઓને મંજૂરી નહીં મળે. બાળકોને સતત સાથે રાખવા આવશ્યક છે. જો તમારા શરીરનુ તાપમાન 8 સેલ્સીયસથી ઉંચુ હશે તો પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. દર્શન માટે બુકિંગ કરાવવા સંપર્ક: જસવંત માઇચા 07882 253 540.
- આપની શક્તિને મેળવવા અને સર્જનાત્મક પ્રતિભાને પુનર્સ્થાપિત કરવા માટે ઉપયોગી વાર્તાલાપ ‘પ્લેઇંગ ધ ગેમ ઓફ લાઇફ’ માઇક જ્યોર્જ રજૂ કરશે. ઝૂમ વેબિનાર, શનિવાર તા. 6 જૂન 2020 સાંજે 6.30 કલાકે. લિંક આઇડી 86509179658 અને પાસવર્ડ: 335009.
- નહેરૂ સેન્ટર ખાતે ક્રિએટીવીટી ઇન ધ ટાઇમ ઓફ કોરોના વિષય પર નહેરૂ સેન્ટર દ્વારા તા. 22-5-20 સવારે 11 કલાકે વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નહેરૂ સેન્ટરના ડાયરેક્ટર અમિશ ત્રીપાઠી લેખક અને પ્લે રાઇટર ફારૂખ ધોંડી અને જર્નાલીસ્ટ લેખક મિહીર બોઝ વાર્તાલાપ કરશે. જેના ચેઇ ગેસ્ટ હાઇ કમિશ્નર ઋચી ઘનશ્યામ, ગેસ્ટ ઓફ ઓનર ICCRના ડાયરેક્ટર દિનેશ પટનાયક, તેમજ એક્ટીંગ હાઇ કમિશ્નર ચરણજીત સિંઘ અતિથી વિશેષ રહેશે. જોડાવા માટે ઇમેઇલ કરો. [email protected]
- બ્રહ્માકુમારીઝ દ્વારા ગાઇડેડ મેડીટેશનના અડધા કલાકના ઓનલાઇન કાર્યક્રમનું આયોજન તા. 19થી 27 મે દરમિયન રોજ સાંજે 7થી 7-30 દરમિયાન કરવામાં આવ્યું છે. ક્રિએટીવ ઓનલાઇન મેડિટેશન કાર્યક્રમનુ આયોજન દર શુક્રવારે સાંજે 7થી 7-30 દરમિયાન કરવામાં આવ્યુ છે. * દર બુધવારે સાંજે 6થી 6-45 દરમિયાન અંડરસ્ટેન્ડીગ સેલ્ફ અવેરનેસ વિષય પર હિન્દીમાં વાર્તાલાપ થશે. જેને org/webcast ઓનલાઇન જોઇ શકાશે. * ડેઇલી લાઇવ મોર્નીંગ મેડિટેશન કાર્યક્રમનુ આયોજન રોડજ સવારે 10-30થી 11 દરમિયાન કરવામાં આવે છે. જેને ફેસબુક પર brahmakumarisgch પર અને ઇન્સ્ટાગ્રામ globalcooperationhouse પર જોઇ શકાશે.
- બ્રહ્માકુમારીઝ લેસ્ટર દ્વારા સેલ્ફ કોન્ફીડન્સ વિષય પર લાઇવ વેબકાસ્ટનુ આયોજન તા. 22 મે 2020 શુક્રવારના રોજ સાંજે 7થી 8 દરમિયાન કરવામાં આવ્યુ છે. * સિકનેસ એન્ડ સ્પીરીચ્યુઅલ મેડીસીન વિષય પર સીસ્ટર ઇન્દુના લાઇવ વેબકાસ્ટ પ્રવચનનુ આયોજન સાથે તા. 29 મે 2020 શુક્રવારના રોજ સાંજે 7થી 8 દરમિયાન કરવમાં આવ્યુ છે. લાઇવ વેબકાસ્ટ જોવા માટે https://www.brahmakumaris.uk/leicesterlive લોગ ઇન કરવા વિનંતી.