અમેરિકામાં ભારતીય મૂળના એક એન્જિનિયર પર છેતરપીંડી આચરી કોરોના વાઈરસ રાહત કાર્યક્રમ અંતર્ગત એક કરોડ ડૉલરથી વધુની રકમ માંગવાનો આરોપ લાગ્યો છે. શશાંક રાય નામના એન્જિનિયર પર આરોપ છે કે તેણે કોરોના વાઈરસ સહાયતા અને આર્થિક સુરક્ષા કાયદા મુજબ નાના બિઝનેસ માટે બે અલગ અલગ બેંક પાસે લાખો ડૉલરનો દાવો કરતાં માંગ કરી હતી તેને ત્યાં 250 કર્મચારીઓ વેતન મેળવે છે.
જ્યારે ખરેખરમા તેના કથિત બિઝનેસમાં કોઈ કર્મચારી જ નહોતા. ટેક્સાસમાં રહેતા શશાંક રાય પર બેંક સાથે છેતરપીંડી અને નાણા સંસ્થાઓને ખોટા નિવેદન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીઉમોંટમાં અમેરીકન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ અનુસાર શશાંક રાયે બે અલગ-અલગ બેંકો પાસેથી ખોટા દાવાઓ કરીને ધનરાશિ માંગી હતી.