નાણાંમંત્રી નિર્મલા સિતારામન 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપના બીજા તબક્કાની માહિતી આપી રહ્યાં છે. ત્યારે નાણાંમંત્રીએ આજે કહ્યું કે, પરપ્રાંતીય મજૂરો, સ્ટ્રીટ વેન્ડર, નાના વેપારીઓ અને ખેડૂતો માટે 9 મહત્વની જાહેરાતો કરવામાં આવશે.
25 લાખ ખેડૂતોને નવા કિસાન ક્રેડીટ કાર્ડ અપાશે
– નાણામંત્રી નિર્મલા સિતારામને આજે જાહેર કર્યુ હતું કે રપ લાખ ખેડૂતોને નવા કિસાન ક્રેડીટ કાર્ડ અપાશે
– ખેડૂતોને પાક ધિરાણ યોજના જે રૂા.4.22 લાખ કરોડ અપાયા છે તેમાં ત્રણ માસ સુધી હપ્તા, વ્યાજ ભરવામાંથી મુકિત
– ખેડૂતોને તા.31 મે સુધી લોન ધિરાણ વ્યાજ મુકિત
– નાબાર્ડ દ્વારા જિલ્લા સહકારી બેંકોને રૂા. 29,500 કરોડ રીફાયનાન્સ પેટે અપાશે
– કૃષિ પેદાશ ખરીદી માટે રૂા. 6 હજાર કરોડ રાજયોને અપાશે
હિજરતી શ્રમિકોને વતનમાં જ મનરેગા હેઠળ રોજગારી અપાશે : દૈનિક મજૂરીની રકમ વધારીને રૂા. 202
દેશભરમાં લાખો મજૂરોએ વતન વાપસી કરી છે તેઓને રોજગારીનું સંકટ ઉભુ ન થાય તે માટે મનરેગા હેઠળ રોજગારી અપાશે, અત્યાર સુધી 2.33 કરોડનું રજીસ્ટ્રેશન થયું છે જે ગત વર્ષના મે મહિના કરતા 40 થી 50 ટકા વધુ છે. મનરેગા હેઠળ દૈનિક મજૂરી વધારીને રૂા. 202 કરાઇ છે.
દેશભરમાં સમાન લઘુતમ વેતન : ઇએસઆઇસીની સ્કીમ તમામ એકમો માટે ફરજિયાત
નાણામંત્રીએ જાહેર કર્યુ હતું કે દેશભરમાં લઘુતમ વેતન અંગેની જે અસમાનતા છે તે દુર કરવામાં આવશે, તમામ મજુરો માટે વાર્ષિક હેલ્થ ચેકઅપ ફરજિયાત, ઇએસઆઇસી સ્કીમ 100 કે તેથી ઓછા કર્મચારીઓ હોય તેના માટે ફરજિયાત, જોખમી ક્ષેત્રમાં કામ કરતા તથા એપ પ્લેટફોર્મમાં કામ કરતા કર્મચારીઓને સોશ્યલ સિકયુરીટી હેઠળ આવરી લેવાશે, મહિલાઓ માટે નાઇટ શીફટને મંજૂરી, અસંગઠીત ક્ષેત્ર માટે સોશ્યલ સિકયુરીટી યોજના.
દરેક કામદારો માટે અપોઇંટમેન્ટ લેટર-ગે્રચ્યુટી ફરજિયાત
સરકારે અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોમાં કામ કરતા કામદારોને હવે અપોઇંટમેન્ટ લેટર આપવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉપરાંત તેઓ માટે ગે્રચ્યુટી પણ ફરજિયાત બની છે, જોખમી ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થ કોર્ડ હેઠળ આવરી લેવાશે.
આઠ કરોડ હિજરતી શ્રમિકોને બે મહિના મફત ઘઉં-ચોખા અને ચણા અપાશે
હિજરતી મજુરો માટે વધુ એક પગલારૂપે આઠ કરોડ શ્રમિકોને બે મહિના સુધી મફત અનાજ અપાશે, વ્યકિતદીઠ પાંચ કિલો ઘઉં કે ચોખા અને પરિવારદીઠ એક કિલો ચણા અપાશે, 3500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રેશનકાર્ડ ન હોય તેને પણ લાભ મળશે, રાજયોને જવાબદારી.
વન નેશન-વન રેશન કાર્ડ યોજના 31 માર્ચ, ર0ર1 સુધીમાં પુરી કરાશે
દેશમાં હિજરતી સહિતના કામદારો વન નેશન-વન રેશન કાર્ડ હેઠળ કોઇપણ રાજયમાંથી કોઇપણ રેશનની દુકાનમાંથી તેમનું હકકનું અનાજ મેળવી શકશે.
હિજરતી શ્રમિકો અને શહેરી ગરીબો માટે એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના
વડાપ્રધાન આવાસ યોજના હેઠળ શહેરી ગરીબો તથા હિજરતી શ્રમિકો માટે એર્ફોડેબલ રેન્ટલ આવાસ યોજના જાહેર કરાઇ છે, મામુલી ભાડામાં શ્રમિકો ગરીબોને રહેઠાણ આપવાની આ યોજનાની વિસ્તૃત ગાઇડલાઇન તુર્તમાં જાહેર કરાશે, ઉદ્યોગકારો પણ પોતાના મજુરો માટે યોજના લાગુ કરી શકશે, સરકાર તેને પ્રોત્સાહન આપશે. પીપીપી મોડલથી પણ થઇ શકશે.
મુદ્રા શિશુ લોનમાં એક વર્ષ સુધી બે ટકા વ્યાજ કેન્દ્ર ભરશે
મુદ્રા શિશુ લોન કેટેગરીમાં રૂા.50 હજાર સુધીની લોન અપાઇ છે જેમાં એક વર્ષ સુધી બે ટકા વ્યાજ કેન્દ્ર ભરશે, ત્રણ કરોડ લોકોને આ યોજનાની લાભ થશે.
લારી-ગલ્લા, રેંકડી, ફેરીયાઓને રૂા. 10 હજારનું ધિરાણ
દેશના 50 લાખ લારી-ગલ્લા, રેંકડીધારકો, ફેરીયાઓ વગેરેને રૂા. 10 હજાર સુધીનું ધિરાણ અપાશે, પાંચ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવે છે, ડિજીટલ પેમેન્ટ કરનારા આમ નાના ધંધાર્થીઓને ભવિષ્યમાં વધુ ધિરાણ મળશે, એક મહિનામાં આ યોજના લાગુ પડશે.
હાઉસીંગ સેકટરમાં મીડલ ઇન્કમ ગ્રુપ સીએલએસએસ યોજના માર્ચ-2020સુધી લંબાવાઇ
કેન્દ્ર સરકાર દ્વારા મઘ્યમ વર્ગ માટે ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ યોજના ચલાવવામાં આવે છે તે માર્ચ-2021 સુધી લંબાવાઇ છે આ યોજનાનો લાભ ર0ર0-2021માં 2.5 લાખ મઘ્યમ વર્ગના પરિવારોને મળશે જેનાથી રૂા.70 હજાર કરોડનું હાઉસીંગ ઇન્વેસ્ટમેન્ટ વધશે ઉપરાંત સીમેન્ટ, સ્ટીલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ક્નસ્ટ્રકશન મલ્ટીરીયલની માંગ વધશે અને રોજગારી પણ વધશે.
નાના અને સીમાંત ખેડૂતોને માટે નાબાર્ડ મારફત રૂા. 30 હજાર કરોડનું વધારાનું ફંડ
અપૂરતી નાણાકીય વ્યવસ્થા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને ગ્રામીણ તથા જિલ્લા સહકારી બેંક મારફત તાકીદના સમયમાં ભંડોળ માટે નાબાર્ડને રૂા. 30 હજાર કરોડ સરકાર આપશે જે નાબાર્ડ દેશની 33 રાજય સહકારી બેંક, 3પ1 જિલ્લા સહકારી બેંક, 43 ગ્રામીણ બેંક મારફત ખેડૂતોને ભંડોળ આપશે, 3 કરોડ ખેડૂતોને લાભ થશે તેઓને રવિ પાક પછી અને આગામી ખરીફ પાકની આવશ્યકતા માટે આ ભંડોળ અપાશે.
2.5 કરોડ ખેડૂતોને રૂા. 2 લાખ કરોડ ઓછા વ્યાજદરે ધિરાણ અપાશે
પ્રધાનમંત્રી કિસાન લાભાર્થી યોજનામાં દેશના 2.5 કરોડ ખેડૂતો માટે રૂા. 2 લાખ કરોડનું ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે આ યોજનાનો લાભ માછીમારો અને પશુ સંવર્ધન કરતા એટલે માલધારીઓને પણ મળશે.