વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે.
1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, મુખ્યમંત્રીએ સેન્ટ્રલ ટે્કસટાઇલ મિનિસ્ટર સાથે વાત કરી છે.
જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના કપાસ સીસીઆઇ મારફત ખૂબજ ઝડપથી ખરીદવામાં આવે અને ખેડૂતને તેમના કપાસના ઉત્પાદનનો સારો ભાવ ટેકાના ભાવે મળે તે માટે યોગ્ય અને ઝડપી કાર્ય કરવા રજૂઆત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીએ MSME માટે સારુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત MSMEનો ગઢ માનવામાં આવે છે. લાખો યુનિટ ગુજરાતમાં કામ કરે છે જેથી મુખ્યમંત્રીએ આ પેકેજને આવકાર્યું છે અને ગુજરાતમાં આ સેક્ટર વધુ મજબૂત અને તાકતવર બનીને બહાર આવશે.