TOPSHOT - Social worker Surender holds placards to create awareness about social distancing among migrant workers waiting outside a railway terminus to board a train back home during a nationwide lockdown to fight the spread of the COVID-19 coronavirus, in Mumbai on May 11, 2020. (Photo by INDRANIL MUKHERJEE / AFP) (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

દેશમાં હવે દર દિવસે 4000 કોરોના સંક્રમિત વધી રહ્યા છે. આ બિમારીના દર્દીઓની સંખ્યા બમણી થવાની ગતિ હાલ 12 દિવસ છે. જેની સરખામણીમાં સાજા થનારા દર્દીઓને ગતિ વધી રહી છે. આ સંખ્યા દર 10 દવસમાં બમણી થઈ રહી છે. 2 મે સુધી દેશમાં 39 હજાર 826 સંક્રમિત હતા.

14 મેની સવાર સુધી આ સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આ પ્રકારે 3 મેના રોજ 911 લોકો સાજા થયા હતા. 13 મે ના રોજ આ સંખ્યા બમણા કરતા વધારે 1946 થઈ ગઈ છે.દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો 78,290 એ પહોંચ્યો છે. અને 2,555 લોકોના મોત થયા છે. સાથે જ 26,414 લોકો સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો 25 હજારને પાર થયો છે. તો ગુજરાતમાં કોરોનાના 9,268 દર્દીઓ છે. સાથે જ તમિલનાડુ 9,227 સંક્રમિતો સાથે ત્રીજા નંબરે છે. ગુરુવારે ઓરિસ્સામાં 73, આંધ્રપ્રદેશમાં 68, રાજસ્થાનમાં 68, જ્યારે ઝારખંડમાં 4 દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 78 હજાર 3 કોરોના સંક્રમિત છે.