કોવિડ-19 લોકડાઉનને પગલે પરિવહનની ભાવિની યોજનાની સહાય માટે ટ્રાન્સોપોર્ટ ફોર વેસ્ટ મિડલેન્ડ્સ (ટીએફડબ્લ્યુએમ) અને ભાગીદારો, ટ્રેન, ટ્રામ અને બસ ઑપરેટર્સે ઑનલાઇન સર્વેમાં ભાગ લેવા જનતાને વિનંતી કરી છે. જેમાં કોરોનાવાયરસ ફાટી નીકળવાના પરિણામે તેમની દૈનિક સફર કેવી રીતે બદલાશે તે જણાવવા વિનંતી કરી છે.
જેઓ સોમવાર, તા. 11 મેના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી દેશે તેમને ઇનામી ડ્રોમાં પ્રવેશ મળશે અને £50નુ એમેઝોન વાઉચર્સ જીતી શકે છે. આ સર્વે થકી સ્ટાફ અને મુસાફરોના રક્ષણ માટે શારીરિક અંતરની ખાતરી રાખવા સહિત અન્ય માહિતી મેળવવામાં આવશે.
ટીએફડબ્લ્યુએમના મેનેજિંગ ડિરેક્ટર લૌરા શોએફે જણાવ્યું હતું કે “કોવિડ-19 રોગચાળા પછી બધુ પહેલા જેવુ નહિ હોય અને તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક પણ શામેલ છે. ત્યાં ફરવા માટેના નવા અવલોકન અને શારીરિક અંતરના સખત નિયમો હશે. પરંતુ લોકોને કામ કરવા અથવા દુકાના જવા માટે બસ, ટ્રેન અને ટ્રામ સેવાઓની જરૂર પડશે. સર્વેમાં ભાગ લેવા https://bit.ly/3cg4CvR ક્લિક કરો.