વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ છે. ત્યારે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત ક૨તા નાણાંમત્રી નિર્મલા સિતારામન.
નાના ઉદ્યોગોને જામીન વગ૨ લોન : ૧૨ મહિના સુધી હપ્તા નહીં ભ૨વા પડે, ૪ વર્ષ સુધી લોનની મુદ્દત : કુલ ૩ લાખ કરોડની લોન અપાશે : ૨પ કરોડ સુધીની લોન લઈ શકાશે , ૧૦૦ કરોડ સુધીના ટર્નઓવ૨ ધરાવતા એકમોને લાભ મળશે :
સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો ઉપરાંત કુટી૨-ગૃહ ઉદ્યોગ માટે જાહેરાત
નાણામંત્રી દ્વારા ૮ ક્ષેત્ર માટેના ૧પ પેકેજ જાહે૨ કરાયા
– એમએસએમઈ(લઘુ અને મધ્યમ ઉદ્યોગ) માટે ૬ પેકેજ
– એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડ માટે સહાયના બે પેકેજ
– નોન બેકીંગ ફાયનાન્સ કંપનીઓ માટે બે પેકેજ
– મ્યુચ્યુઅલ ફંડ માટે બે પેકેજ
– વીજ કંપનીઓ માટે એક પેકેજ
– રીયલ એસ્ટેટ માટે એક પેકેજ
– ક૨વેરા સંબંધીત ત્રણ પેકેજ
– કોન્ટ્રાકટરો માટે એક પેકેજની જાહેરાત ક૨વામાં આવી ૨હી છે
MSME ની વ્યાખ્યામાં બદલાવ : રોકાણ તથા ટર્ન ઓવ૨ના માપદંડ બદલાવાયા : મેન્યુફેકચરીંગ તથા સર્વિસ ક્ષેત્ર બંને માટે સમાન નિયમો
સૂક્ષ્મ ઉદ્યોગ : ૨પ લાખને બદલે હવે એક કરોડ સુધીનું રોકાણ અને પાંચ કરોડ સુધીનું ટર્ન ઓવ૨ ધરાવતા એકમો સૂક્ષ્મ ઉદ્યોગ ગણાશે
લઘુ ઉદ્યોગ : પાંચ કરોડને બદલે હવે ૧૦ કરોડ સુધીનું રોકાણ અને પ૦ કરોડ સુધીનું ટર્ન ઓવ૨ ધરાવતા એકમો લઘુ ઉદ્યોગ ગણાશે
મધ્યમ ઉદ્યોગ : ૧૦ કરોડને બદલે હવે ૨૦ કરોડ સુધીનું રોકાણ અને ૧૦૦ કરોડ સુધીનું ટર્ન ઓવ૨ ધરાવતા એકમો હવે મધ્યમ ઉદ્યોગ ગણાશે
રૂા. ૨૦૦ કરોડ સુધીના ટેન્ડ૨ ભા૨તીય કંપનીઓ જ ભરીશકશે
દેશમાં સ૨કારી ખરીદીમાં વૈશ્ચિક ટેન્ડ૨ની મર્યાદા નિશ્ચિત ક૨વામાં આવી છે, રૂા. ૨૦૦ કરોડ સુધીના ટેન્ડ૨ ફક્ત ભા૨તીય કંપનીઓ જ ભરીશકશે, ભા૨તને આત્મનિર્ભ૨ બનાવવાની દિશામાં આ નિર્ણય લેવાયો છે.
નાણાકીય તંગી અનુભવતા એમએસએમઈ માટે રૂા.૨૦ હજા૨ કરોડનું ભંડોળ
જે લઘુ, મધ્યમ ઉદ્યોગો એમએસએમઈની વ્યાખ્યામાં આવે છે તેના માટે સ૨કારે રૂા. ૨૦ હજા૨ કરોડનું ખાસ ભંડોળ ઉભુ ર્ક્યુ છે જેનો લાભ બે લાખ આ પ્રકા૨ના એકમોને મળશે જે એમએસએમઈના બેંક ધિરાણ એનપીએ થયા છે તેના માટે આ ખાસ ભંડોળ છે. સ૨કા૨ ક્રેડીટ ગેરંટી સપોર્ટ આપશે, બેંકો પ્રમોટ૨ને ધિરાણ ક૨શે અને પ્રમોટ૨ તે મુડી તરીકે યુનિટમાં નાણા રોકશે.
કર્મચારીપ્રોવિડન્ડ ફંડ સહાય યોજના ત્રણ મહિના લંબાવાઈ
કેન્દ્ર દ્વારા ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ નાણાકીય તંગી અનુભવતા એકમો માટે તેમના કર્મચારીના ૧૨ ટકા તથા માલિકે ફાળાના ૧૨ ટકા આપવાના હોય છે તે માર્ચ-એપ્રિલ અને મે-૨૦૨૦ના સમયગાળામાં કેન્દ્ર સ૨કા૨ ભ૨શે તે અગાઉ જાહેરાત થઈ હતી હવે આ લાભ જુન-જુલાઈ અને ઓગષ્ટ-૨૦૨૦ સુધી લંબાવાયો છે. જેના કા૨ણે ૩.૬૭ લાખ એકમોને તેના ૭૨.૨૨ લાખ કર્મચારીઓ માટે સ૨કા૨ રૂા.૨પ૦૦ કરોડનું પેકેજ આપશે.
નોન બેંકીંગ ફાયનાન્સ કંપની, હાઉસીંગ ફાયનાન્સ કંપની તથા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ માટે રૂા. 30 હજાર કરોડની ખાસ લિકવીડીટી સ્કીમ
એનબીએફસી, એચએફસી તથા મ્યુચ્યુઅલ ફંડ જે હાલ નાણાકીય તકલીફમાં છે તેને સરકાર પ્રાઇમરી અને સેક્ધડરી માર્કેટના માઘ્યમથી ડેટ પેપર દ્વારા રૂા. 30 હજાર કરોડનું ભંડોળ આપશે. હાલમાં આરબીઆઇએ જે જાહેરાત કરી તે ઉપરાંતની આ જાહેરાત હશે. ડેટ ફંડની 100 ગેરેંટી સરકાર આપશે.
નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ માટે રૂા. 4પ હજાર કરોડની ક્રેડીટ ગેરેંટી સ્કીમ
એનબીએફસી, એચએફસી તથા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ કે જે નીચું ક્રેડીટ રેટીંગ ધરાવે છે તેઓ એમએસએમઇ તથા વ્યકિતગત લેન્ડીંગ કરી શકે તે માટે હાલની પીસીજીએસ યોજનાને હવે બોન્ડ/ક્રેડીટ પેપર્સ ઇસ્યુ કરવા માટે સરકાર ક્રેડીટ ગેરેંટી આપશે જેમાં પ્રથમ ર0 ટકા સુધીની નુકસાની સરકાર ભોગવશે, આ યોજના માટે રૂા. 4પ હજાર કરોડની લીકવીડીટી મળશે.
સરકારી કોન્ટ્રાકટરોને મોટી રાહત
કેન્દ્ર સરકાર અને તેની તમામ એજન્સીઓ જેમ કે રેલવે, માર્ગ બાંધકામ, જાહેર બાંધકામ વિભાગ વગેરેના જે કોન્ટ્રાકટ ઇસ્યુ થયા છે તેમાં કામકાજ પુરૂ કરવા માટે છ માસનો સમય વધારાયો છે. કોન્ટ્રાકટનું જે કામ પૂર્ણ થાય તેટલી માત્રામાં બેંક ગેરેંટી કરી દેવાશે : કોન્ટ્રાકટરોને લીકવીડીટીમાં રાહત થશે.
વીજ કંપનીઓને રૂા. 90 હજાર કરોડનું પેકેજ
દેશમાં કોરોના લોકડાઉનના કારણે વીજ કંપનીઓની આવકને મોટો ફટકો પડયો છે. આ કંપનીઓએ પાવર ઉત્પાદક અને વિતરણ કંપનીઓને રૂા. 94 હજાર કરોડ ચુકવવાના છે. સરકાર વીજ કંપનીઓને રૂા. 90 હજાર કરોડનો લીકવીડીટી સપોર્ટ આપશે જે એક લોન તરીકે ગણાશે. રાજય સરકાર આ માટે ગેરેંટી આપશે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોજેકટ રજીસ્ટ્રેશન તથા કમ્પલીશન માટે વધુ છ મહિનાની મુદ્દત
રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ રાહત જાહેર કરવામાં આવી છે, રપ માર્ચ કે ત્યારપછીની તારીખે પ્રોજેકટ પૂર્ણ કરવાના થતા હોય તો તેની મર્યાદામાં છ મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવા પ્રોજેકટ રજીસ્ટ્રેશનમાં પણ છ મહિનાની મુદ્દત આપવામાં આવી છે. બિલ્ડરો કે ડેવલપરોએ મુદ્દત વધારા માટે કોઇ અરજી કરવી નહી પડે. નાણાકીય વર્ષ ર019-20 ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇને બદલે નવેમ્બર 30, 2020 કરવામાં આવી.
ટીડીએસ-ટીસીએસમાં કરવેરા દર ઘટાડાયો : રૂા. 50 હજાર કરોડનું પેકેજ
સરકારે ટેકસ ડીડકશન એટ સોર્સ (ટીડીએસ) અને ટેકસ કલેકશન એટ સોર્સ (ટીસીએસ)ના હાલના જે દર છે તેમાં રપ ટકાનો ઘટાડો કરાયો છે. આ નવી જોગવાઇ નોન સેલેરી પેેમેન્ટ (રહેવાસી) માટે લાગુ પડે છે અને તેના હાલ જે દર છે તેમાં રપ ટકા ઘટાડો કરાયો છે. કોન્ટ્રાકટ, પ્રોફેશનલ ફી, વ્યાજ, ભાડુ, ડીવીડન્ડ, બ્રોકરેજ(દલાલી), કમીશન વગેરેમાં જે ટીડીએસ કપાઇ છે તેને લાગુ થશે. આ ઉપરાંત ચોકકસ કક્ષાએ ટેકસ કલેકશન કરવામાં આવે છે. ત્યાં પણ ટીસીએસના હાલના દરમાં રપ ટકાનો ઘટાડો થશે. આ જોગવાઇ આવતીકાલથી, તા. 31 માર્ચ, ર0ર1 સુધીના એટલે કે નાણાકીય વર્ષ ર0ર0-21 માટે લાગુ રહેશે. આ જોગવાઇથી રૂા. 5પ0 હજાર કરોડનું લીકવીટીડી સપોર્ટ મળશે.
વિવાદ સે વિશ્વાસ સ્કીમ 31 ડિસેમ્બર સુધી લંબાવાઇ
ઇન્કમટેકસ વિવાદ નિવારવા માટેની વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદ્દત લંબાવીને હવે તા. 31 ડિસેમ્બર, 2020 જાહેર કરવામાં આવી છે.
આવકવેરાના રીફંડ તાત્કાલીક ચુકવી અપાશે
ચેરીટેબલ ટ્રસ્ટ, નોનકોર્પોરેટ બિઝનેસ તથા પ્રોફેશ્નલ જેમ કે માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, લીમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ તથા કોર્પોરેટીવના જે પેન્ડીંગ આવકવેરા રીફંડ છે તે તાત્કાલીક ચુકવી અપાશે.