કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર રહેલા ચીનના વુહાન શહેરમાં હવે તમામ નાગરિકોની તપાસ કરવામાં આવશે. હાલમાંજ વુહાનમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ચીનની સરકારમાં ઉથલ પુથલનો માહોલ છે. વુહાનમાં નવા કેસ સામે આવ્યા બાદ સરકારે શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.
એક આંતરિક દસ્તાવેજ અને સૂત્રોના જણાવ્યા મુજબ, ચીનની સરકારે 10 દિવસમાં શહેરના તમામ લોકોની ન્યૂક્લિક એસિડ ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહી છે. આ દસ્તાવેજ મુજબ, શહેરના પ્રત્યેક જિલ્લામાં મંગળવારે એક વિસ્તૃત પરીક્ષણ યોજના રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
વુહાન શહેરમાં 30 દિવસથી પણ વધારે સમય બાદ સંક્રમણના 6 નવા કેસ નોંધાયા છે. સરકારે આ મામલે કાર્યવાહી કરતા એક સ્થાનિક અધિકારીને ખરાબ વ્યવસ્થાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા મુજબ, રવિવારે દેશમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી સાત લોકો વિદેશથી આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 82,918 થઈ ગઈ છે.