પુત્રીને સાથી વિદ્યાર્થીઓએ બુલી કરતા બિલીયોનેર પરિવારનો શાળા પર દાવો

0
642

પુત્રીને સાથી વિદ્યાર્થીઓએ બુલી કરતા બિલીયોનેર ભારતીય ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલે વિશ્વની સૌથી ખર્ચાળ અને £100,000ની વાર્ષીક ફી ધરાવતી વિશિષ્ટ મોંઘી બોર્ડિંગ સ્વીસ સ્કૂલ ઇન્સ્ટિટટ લે રોઝી પર સ્વિટ્ઝરલેન્ડમાં દાવો કર્યો છે. પુત્રીની પૂરતી સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ હોવાના આરોપનો સ્કૂલ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે.

ઓસ્વાલે દાવો કર્યો હતો કે સ્કૂલ ‘શ્રીમંત વિદ્યાર્થીઓ ઇચ્છે તે કરવા માટેનું મેદાન’ બની ગઇ છે અને તેમની પુત્રીને પૃષ્ઠભૂમિ વિશે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરાતી ‘મજાક’નો બચાવ કરવામાં નિષ્ફળ ગઇ છે.

પંકજ અને તેમની પત્ની રાધવિકા અંદાજે £ 1.5 બિલિયનની સંપત્તી ધરાવે છે અને તેમની પુત્રી  બુલીઇંગના કારણે અનિદ્રા અને એંકઝાઇટી એટેક્સથી પીડાય છે. તેમણે છ વર્ષના અભ્યાસ પછી તેમની પુત્રીને શાળામાંથી ઉઠાડી લીધી હતી અને બાકીની ટર્મની ફી અને ખાનગી ટ્યુટરની ફીની માંગણી કરી છે. તેમણે વળતરની તમામ રકમ બુલીઇંગ માટે લડતી ચેરિટીના દાન આપવાનું વચન આપ્યું છે.

શાળાના કેમ્પસમાં 1,000 સીટોનો કોન્સર્ટ હોલ, 30 ઘોડાઓ ધરાવરુ અશ્વારોહણ કેન્દ્ર, શૂટિંગ રેન્જ, 18-હોલના ગોલ્ફ કોર્સ અને કાર્ટિગ ટ્રેક છે.

જિનીવાથી 20 માઇલ દૂર આવેલી 14મી સદીના શેટૌમાં આવેલી આ શાળામાં ઈરાનના શાહ, મોનાકોનો પ્રિન્સ રેનીઅર, ઇજિપ્તનો રાજા ફારુક, કેન્ટના ડ્યુક, જ્હોન લેનોનના પુત્ર સીન અને વડા પ્રધાનના પૌત્ર વિન્સ્ટન સ્પેન્સર ચર્ચિલ ભણી ચૂક્યા છે. સર રોજર મૂર, ડાયના રોસ અને એલિઝાબેથ ટેલર બધાએ તેમના બાળકોને લે રોઝી મોકલ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પણ શામેલ છે.