ભારતમાં અત્યાર સુધી 49,520લોકો સંક્રમિત થયા છે અને 1,694 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે.આ સાથે જ તેલંગાણા સરકારે લોકડાઉન 29 મે સુધી વધારવાનો નિર્ણય લઈ લીધો છે. આ તમામ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
મધ્યપ્રદેશમાં મંગળવારે 107 નવા કેસ સામે આવ્યા હતા. સાજા થનારા સંક્રમિતોની સંખ્યા 1000 થઈ ગઈ છે. રાજ્યમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણી છૂટ મળવાના કારણે નિયમોની ઠેકડી ઉડી ગઈ છે. રસ્તા પર સામાન્ય દિવસોથી વધારે ભીડ છે. રાજ્યમાં કોરોના સંક્રમમથી અત્યાર સુધી 175 મોત થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં સોમવારે મોડી રાતે કોરોના સંક્રમિત એક કોક્ટર અને ઝાંસીમાં એક વૃદ્ધનું મોત થયું છે. બન્ને જિલ્લામાં આ પહેલું મોત છે. મહારાષ્ટ્રમાં મંગળવારે 984 સંક્રમિત વધ્યા હતા. જેમાંથી 635 મુંબઈ સામેલ હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 31 માર્ચ સુધી રાજ્યને કોરોના મુક્ત કરવાનો તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાનમા કોરોનાના 97 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. જયપુરમાં કોરોના સંક્રમણના એક સાથે પાંચ મોત થવાનું સામે આવ્યું હતું, આ સાથે જ રાજ્યમાં મોતની કુલ સંખ્યા 82 પહોંચી ગયો હતો.