વડાપ્રધાન બોરીસ જ્હોન્સને આજે તા. 30ના રોજ સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રિફીંગમાં જણાવ્યુ હતુ કે ‘’દેશમાં રોગચાળાએ આજની રાતથી ચરમસીમા વટાવી દીધી છે અને યુકેમાં હવે રોગચાળો શમી રહ્યો છે. પરંતુ કોવિડ-19નો પ્રકોપ ટાળવા લોકોને લોકડાઉન ‘ચાલુ રાખવા’ આગ્રહ કર્યો હતો.’’ તેમણે આગામી અઠવાડિયે લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડ મેપ જાહેર કરવાની જાહેરાત કરી સંકેત આપ્યો હતો કે પ્રતિબંધ જૂન અને તેનાથી આગળ ચાલશે. લોકડાઉન પ્રતિબંધોની સમીક્ષા આગામી સપ્તાહે તા. 7 મેના રોજ થવાની છે.
જ્હોન્સને બીમારીમાંથી સાજા થયા બાદ તા. 30ની સાંજે ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રીફિંગ કરતા પહેલા કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ‘’જીવલેણ રોગની નવી જ્વાળાઓ અર્થતંત્ર પર વધુ ખરાબ અસર કરશે. અત્યારે મહત્વપૂર્ણ છે કે આપણે અંકુશ ગુમાવીએ નહીં અને બીજા અને મોટા ઢોળાવ પર દોડીએ નહીં.’’
વડા પ્રધાને કહ્યું હતુ કે ‘’મોટી સંખ્યામાં ‘એક્ઝિટ સ્ટ્રેટેજીનુ કામ થઈ રહ્યું છે, જેનો પહેલો ડ્રાફ્ટ આવતા અઠવાડિયે પ્રકાશિત થશે. ભવિષ્યમાં પ્રતિબંધોને કેવી રીતે હળવા કરી શકાય તે માટે રોડ મેપ વિકલ્પો રજૂ કરશે. કેટલાક સંજોગોમાં લોકોને ચહેરો ઢાંકવાની કે માસ્ક પહેરી રાખવાની સલાહ આપવાનો સમાવેશ થાય છે જે પરિસ્થિતિ વિકસિત થતાં ‘ઉપયોગી થશે’. પી.પી.ઇ. સપ્લાયમાં ભૂલ તરફ ધ્યાન દોરતા સ્વીકાર્યું હતુ કે તેઓ દરરોજ લેસન શીખતા હતા. ‘આર’ નંબર – વાયરસનો પ્રજનન દર વધતા કોઇ રોકી શકે નહિ જેનો અર્થ એ છે કે તે ફરીથી રોગ ફાટી શકે છે.‘’
વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વાલેન્સએ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે ‘’હાલમાં દેશભરમાં આર રેટ 0.6થી 0.9ની વચ્ચે છે. સરકારના મુખ્ય તબીબી સલાહકાર, પ્રો. ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યુ હતુ કે “અમને સંપૂર્ણ વિશ્વાસ છે આર રેટ જો એકની ઉપર જશે તો તે જોખમરૂપ છે. તુરંત જ રોગની વૃદ્ધિને ફરીથી પ્રારંભ થશે અને એનએચએસને જોખમ થશે.
જ્હોન્સને એનએચએસનો હાર્દિક આભાર માનતા જણાવ્યુ હતુ કે ‘’હું તે દરેકનો આભાર માનવા માંગુ છું જે મારી ગેરહાજરીમાં આટલું સારું કામ કરી રહ્યું છે, અને હું એનએચએસનો ખૂબ આભાર માનું છું – જેમાં મને અહીં પાછા આવવા મદદ કરી તેમનો સમાવેશ થાય છે, અને ગઈકાલે તા. 29ના રોજ હું ખૂબ ખુશહાલ હોસ્પિટલની મુલાકાતે ગયો હતો.’’ જ્યાં જ્હોન્સનની મંગેતર કેરી સાયમન્ડ્સે તેમના પુત્રને જન્મ આપ્યો હતો.
જ્હોન્સને સ્વીકાર્યું હતુ કે ‘’ફ્રન્ટલાઈન સ્ટાફ માટે પી.પી.ઇ. સપ્લાય જેવા મુદ્દાઓ સાથે સમસ્યાઓ આવી છે. પરંતુ કોઈ પણ તબક્કે આપણું એન.એચ.એસ. હોસ્પિટલ્સ ભરાઈ ગઇ નથી. કોઈ દર્દી વેન્ટિલેટર વિના કે ઇન્ટેન્સિવ કેરની સારવાર વગર વંચિત રહ્યો ન હતો. એનએચએસને બચાવવા માટેના વિશાળ સામૂહિક પ્રયત્નો બદલ આભારી છુ અને અનિયંત્રિત અને આપત્તિજનક રોગચાળાને ટાળી દીધો છે જ્યાં ખરાબ પરિસ્થિતિમાં 500,000 લોકોના મૃત્યુ થઇ શક્યા હોત. આ સમય દરમિયાન આપણે કેટલીક વિશાળ આલ્પાઇન ટનલમાંથી પસાર થઈ રહ્યા છીએ અને હવે આગળ સૂર્યપ્રકાશ જોઈ શકીએ છીએ. હું હવે લોકડાઉનને ‘પ્રોટ્રેટ’ કરવા માંગતો નથી અને સરકાર અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ‘બુદ્ધિશાળી’ ઉકેલો પર કામ કરી રહી છે.
વડા પ્રધાને કહ્યું હતુ કે ‘આપણા વધતા જતા સંકલ્પ અને ચાતુર્યથી આપણે રોગને પરાજિત કરીશું. પરંતુ તે દિવસ ક્યારે આવશે તે કહી શકાય નહી. આવતા અઠવાડીયે આપણી અર્થવ્યવસ્થાને આગળ વધારવા, બાળકોને શાળાએ કે ચાઇલ્ડ કેરમાં પાછા કેવી રીતે મોકલશુ, કેવી રીતે કામે જવા મુસાફરી કરીશુ અને કામના સ્થળને સલામત બનાવીશુ તે સમજાવવા હું એક વિગતવાર યોજના આગામી અઠવાડિયે તૈયાર કરનાર છું. ટૂંકમાં, આપણે કેવી રીતે રોગને દબાવશુ અને તે જ સમયે અર્થવ્યવસ્થાને ફરીથી પ્રારંભ કરીશું.’’
જ્હોન્સનને કહ્યું હતું કે ‘’સરકારનો મુખ્ય હેતુ હંમેશાં જીવન બચાવવાનો હતો. હજારો લોકો મારા કરતા ઓછા ભાગ્યશાળી રહ્યા છે. અમે તેમના માટે દુ:ખ વ્યક્ત કરીએ છીએ. એક્ઝિટ પ્લાન’ વિકસાવવા પડદા પાછળ કટ્ટર કામ ચાલુ છે.