બ્રિટનની અર્થવ્યવસ્થા એક ઉંડી અને ટૂંકી મંદીનો ભોગ બનશે અને 2019ના સ્તરે પાછા આવવામાં તેને ત્રણ વર્ષનો સમય લાગશે એમ એક અહેવાલમાં જણાવાયું છે.
ઇવાય આઈટમ ક્લબના જણાવ્યા અનુસાર ‘’આ વર્ષે આર્થિક વૃદ્ધિ દરમાં 6.8 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો કે લોકડાઉન હટાવ્યા પછી વ્યવસાયિક પ્રવૃત્તિ થવાની શરૂઆત થશે, પરંતુ અર્થતંત્ર 2023 સુધી સુધરશે નહિ. વધતી બેકારી અને નબળા આત્મવિશ્વાસનો અર્થ એ છે કે કન્ઝ્યુમર સ્પેન્ડીંગમાં આ વર્ષે 7.5નો ઘટાડો થશે, જ્યારે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં 13.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. બંને આવતા વર્ષે અનુક્રમે 4.9 ટકા અને 1.2 ટકા વધશે તેવી શકયતા છે.
ઇવાય આઈટમ ક્લબના મુખ્ય આર્થિક સલાહકાર હોવર્ડ આર્ચેરે કહ્યું: “યુકેની અર્થવ્યવસ્થા સ્પષ્ટ રીતે ખૂબ જ મુશ્કેલ છે. ઉદ્યોગોને ટેકો આપવા અને રોજગાર બચાવવાનાં સરકારનાં પગલાંની નોંધપાત્ર સકારાત્મક અસર પડશે, જે અર્થવ્યવસ્થાને લાંબા ગાળાના સંભવિત નુકસાનને મર્યાદિત કરવા માટે સંપૂર્ણપણે નિર્ણાયક છે.”
વર્ષના બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં 13 ટકાનો ઘટાડો થશે. જ્યારે ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીનો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં જીડીપી 35 ટકા ઘટશે. વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેરોજગારી 8.8 ટકાની સપાટીએ પહોંચશે. માલ અને સેવાની નિકાસમાં 5.3 ટકાનો ઘટાડો થવાની આગાહી છે જ્યારે આયાતમાં 4.9 ટકાનો ઘટાડો થશે.