ક્રોયડનમાં સૌથી વધુ અટક પટેલ

0
614

લંડન આખામાં વિવિધ જાતી, ધર્મ અને દેશના લોકો રહે છે તથા વિવિધ ભાષાઓ પણ બોલાય છે. સામાન્ય રીતે આપણને લાગે કે લંડનના વેમ્બલી અને હેરો વિસ્તારમાં સૌથી વધુ ગુજરાતીઓ રહે છે. પરંતુ ક્રોયડનમાં તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ પટેલ જ્ઞાતી ધરાવતા લોકો સૌથી વધુ એટલે કે 5,729 લોકો પટેલ અટક ધરાવે છે અને શાહ અટક ધરાવતા 1,844 લોકો છે.

દેશના હોમ સેક્રેટરી તરીકે પ્રિતિ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પટેલ સમુદાય અને ગુજરાતી-ભારતીયો આનંદ અને ગૌરવ અનુભવે.

વંશાવળીની નોંધ રાખતી વેબસાઇટ ફોરબેયર્સે રાજધાની લંડનની સૌથી સામાન્ય અટક જાહેર કરી હતી. જેમાંથી સાઉથ લંડનના ક્રોયડનમાં 50 સૌથી ટોચની અટક તારવવામાં આવી હતી. જેમાં સૌથી ઓછી અટક ‘મિશેલ’ છે જે 526 લોકો ધારણ કરે છે. તે પછી  હુસેન અટક 571 લોકો, અહેમદ અટક 641 લોકો, અલી અટક 677 લોકો, ખાન અટક 1,540 લોકો ધારણ કરે છે. પટેલ પછી સ્મિથ અટક ધરાવતા લોકો સોથી વધુ છે.