WHOના નવા દિશાનિર્દેશો મુજબ પુરવઠો પૂરો થાય તો પણ NHSના કર્મચારીઓને પી.પી.ઇ.નો ફરીથી ઉપયોગ કરવો સલામત રહેશે તેવો આગ્રહ સરકારે કર્યો છે.
દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં પબ્લિક હેલ્થના ડિરેક્ટર યોવોન ડોયલે જણાવ્યું હતું કે ‘’અપડેટ કરેલી સલાહ અપવાદરૂપ સંજોગો માટે છે અને જ્યાં પુરવઠાને જોખમ હોય ત્યારે તેનો અમલ કરાશે. પણ એનએચએસના સ્ટાફે પીપીઈ વિના કામ કરવુ કે નહિ તે તેમનો નિર્ણય હશે. તેઓ જોખમી પરિસ્થિતિમાં છે કે નહીં તેના આધારે તેઓ નિર્ણય લેશે. માર્ગદર્શન ખૂબ સ્પષ્ટ છે કે શું કરવું સલામત નથી. સપ્તાહના અંતમાં 12 મિલિયન પી.પી.ઇ. 141 NHS ટ્રસ્ટને પહોંચાડવામાં આવ્યા હતા અને અમે ઇચ્છીએ છીએ કે લોકોને જે જોઈએ તે તેમની પાસે હોય તે જરૂરી છે. સ્થિતી પડકારજનક છે પરંતુ જે ઉપલબ્ધ છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ખૂબ જ સાવચેતી રાખી તેનો ઉપયોગ કરવાનો છે”.
ચાન્સેલર સુનકે પુષ્ટિ કરી હતી કે વધુ 140,000 ગાઉન જે બે કે ત્રણ દિવસનો પુરવઠો માનવામાં આવે છે તે મ્યાનમારથી આવી ચૂક્યો છે અને તુર્કીથી પણ શિપમેન્ટ આવવાનું છે. અમારી હોટલાઇન પર કોઈ પણ અમને પીપીઇ સાથેના મુદ્દાઓ અંગે જાણ કરી શકે છે અને અમે એનએચએસ વર્કરોને ટેકો આપવા માટે તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ છીએ. મેડિક્સ પોતાનું કામ સલામત રીતે કરી શકે તે માટે જરૂરી સાધનો માટે હક્કદાર છે”.