કોરોના સામે હાલમાં આખી દુનિયા જંગ લડી રહી છે અને તેની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવશાળી નેતા તરીકેની છબી વધારે મજબૂત બની છે.આ વાયરસ સામે લડવામાં કોણ પ્રભાવશાળી પૂરવાર થયુ છે તે જાણવા માટે અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપનીએ આ સર્વે કરાવ્યો છે. તેનુ કહેવુ છે કે, પીએમ મોદી કોરોના સામેના જંગમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતા બનીને ઉભર્યા છે.
અમેરિકામાં 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધી ચાલેલા આ સર્વેમાં પીએમ મોદીને 68 પોઈન્ટ સાથે પહેલુ સ્થાન મળ્યુ છે. આ લિસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પીએમ શિન્જો એબે બહુ પાછળ રહી ગયુ છે. આ લિસ્ટમાં ટ્રમ્પ માઈનસ 3 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. જ્યારે આબે માઈનસ 33 પોઈન્ટ સાથે દસમાં સ્થાને છે
આ સર્વેમાં અમેરિકાના લોકોને પૂછવામાં આવ્યુ હતુ કે, કોરોનાને રોકવા માટે કયા દેશના નેતાને તમે પ્રભાવશાળી ગણો છો. લોકોએ આપેલા જવાબના આધારે દુનિયાભરના નેતાઓને પોઈન્ટસ અપાયા હતા. જેમાં પીએમ મોદી બાજી મારી ગયા હતા.ખાસ કરીને ભારતમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે સમયસર લોકડાઉન લાગુ કરાયુ હતુ. જેના કારણે દેશમાં કોરોનાનો ફેલાવો પ્રમાણમાં ઓછો થયો છે.
આ સર્વેમાં ટોપ પાંચ નેતાઓ કોણ છે
નરેન્દ્ર મોદી, પીએમ ભારત, 68 પોઈન્ટ
લોપેજ ઓબ્રોડોર, પ્રેસિડન્ટ, મેક્સિકો, 36 પોઈન્ટ
બોરિસ જોનસન, પીએમ બ્રિટન, 35 પોઈન્ટ
સ્કોટ મોરિસન, પીએમ ઓસ્ટ્રેલિયા, 26 પોઈન્ટ
જસ્ટિન ટ્રુડો, પીએમ કેનેડા, 21 પોઈન્ટ