અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં લોકોએ રસ્તાઓ પર ઉતરી લોકડાઉનના અતિ આકરા નિયમોનો વિરોધ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે બે દિવસ પહેલાં ટ્વીટ કરી મિશીગન, મિનસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય રાજ્યો ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષ દ્વારા સાશિત છે. પ્રેસિડેન્ટએ પણ કેટલાંક રાજ્યનો મુક્તિ આપવાની ટ્વીટ કરતા વધારને વધારે લોકો મુક્તિની માગણી સાથે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.
કોન્કોર્ડ શહેરમાં વરસતા વરસાદમાં પણ ૪૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં પણ આશરે ૫૦૦થી વધુ પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા. તેમની માગણી હતી કે કેટલાંક વિસ્તારોમાં અપાયેલા રેસ્ટ એટ હોમ એટલે કે લોકડાઉનના આદેશો બિનજરૃરી અને અવ્યહારું છે. આ આદેશોના કારણે લાખો કામદારો અને વેપારીઓની આવક ઠપ થઇ છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરી અમેરિકાના મિશીગન, મિનસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. આ ત્રણેય રાજ્યો ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષના ગવર્નરોના શાસન હેઠળ છે. ટ્રમ્પના ટ્વીટના કારણે લોકડાઉનમાંથી મુક્તિ આપવા માટે વધુને વધુ લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. જો કે આ મુદ્દે એવા આક્ષએપો પણ થઇ રહ્યા છે કે ટ્રમ્પ તેમના વિરોધી પક્ષ શાસિત રાજ્યોમાં લોકોને ઉશ્કેરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન દ્વારા શાસિત ન્યૂ હેમ્પશાયર સહિતના રાજ્યોમાં પણ આવા પ્રદર્શનો જોવા મળ્યા હતા.