- બોરીસ જ્હોન્સનના 48 વર્ષના ટોચના સલાહકાર ડોમિનિક કમિંગ્સ કોરોનાવાયરસમાંથી સાજા થઇ પરત થયા છે.
- યુકેનો કોરોનાવાયરસ મૃત્યુ દર આયર્લેન્ડ કરતા બમણો છે. બ્રિટનમાં વધુ વૃદ્ધ લોકો અને વધુ ગીચ શહેરોમાં વસવાટ જવાબદાર છે. આયર્લેન્ડનો મૃત્યુ દર 1,000 દીઠ 7.4 છે. જ્યારે યુકેનો 1000 લોકો દીઠ 16.9નો છે.
- આયર્લેન્ડમાં 365 મૃત્યુ થયા છે જ્યાં શાળાઓ 12 માર્ચે અને 16 માર્ચે દુકાનો, પબ અને રેસ્ટૉરન્ટ બંધ કરાયા હતા.
- કોરોનાવાયરસ માટે ચકાસવામાં આવેલા NHSના ત્રીજા ભાગના મેડિક્સ પોઝીટીવ જણાયા છે.
- ફ્રન્ટલાઈન મેડિક્સ માટે ચહેરાના માસ્ક, એપ્રન અને ગ્લોવ્સની રાષ્ટ્રવ્યાપી તંગી છે.
- કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ પી.પી.ઇ. મળવામાં મુશ્કેલી છે. જેના અભાવને કારણે એનએચએસ સ્ટાફમાં કિલર વાયરસના ફેલાવાને વેગ મળ્યો હોવાનો ભય છે.
- ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 88,621 દર્દીઓ પૈકી 5,733 મેડિક્સ અને તેમના પ્રિયજનો છે.
- બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સોમવારે સતત ત્રીજા દિવસે ઘટી.
- આંકડાઓ મુજબ યુકેમાં હોસ્પિટલમાં સારવાર લેતા દર સાતમાંથી એકનું મોત નીપજશે.
- યુ.એસ., ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ બાદ બ્રિટન સોમવારે 10,000 લોકોનાં મોત સાથે વિશ્વનો પાંચમો દેશ બન્યો હતો.
- બકિંગહામશાયરમાં વડા પ્રધાનના અધિકૃત નિવાસ ચેકર્સ ખાતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગ મુક્ત અને સ્વસ્થ છે.
- છેલ્લા છ દિવસમાં સૌ પ્રથમ વખત યુકેમાં સોમવારે ઓછી સંખ્યામાં ચેપ લાગેલા દર્દીઓ દાખલ થયા હતા.
- મહિનામાં પહેલીવાર સોમવારે રાજધાની લંડનમાં 158 મોતની સરખામણીએ મિડલેન્ડ્સમાં 170 લોકોના મરણ થયા હતા.
- એનએચએસ અને અન્ય ફ્રન્ટલાઈન કામદારોને કઇ રીતે ઔપચારિક નાણાકીય પુરસ્કાર આપી શકાય તે અંગે સરકાર વિચારશે.
- મંત્રીઓ માને છે કે લોકડાઉન મે મહિનાના ઓછામાં ઓછા પ્રથમ અઠવાડિયા સુધી રહેશે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તે પછીથી લોકડાઉન જશે.
- આઈએફએસ થિંક-ટાંકે ચેતવણી આપી છે કે આર્થિક ત્રાસના પરિણામે દસ લાખથી વધુ લોકો લાંબા ગાળાની બીમારીનો ભોગ બની શકે છે.
- લેબર નેતા કીર સ્ટારમરે કહ્યું હતુ કે મંત્રીઓએ તેમની ‘એક્ઝિટ વ્યૂહરચના’ તૈયાર કરવી પડશે.
- સાંસદોને અને સ્ટાફને ઘરેથી કામ કરવામાં સહાય માટે વધારાના 10,000 પાઉન્ડ ખર્ચ પેટે ઓફર કરવામાં આવ્યા છે.
- મેટ હેનકોકે જણાવ્યું હતું કે એનએચએસ સ્ટાફ માટે પૂરતા પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ છે. રોગ ફાટી નીકળ્યા પછી 742 મિલિયન પીસ પહોંચાડવામાં આવ્યા છે.
- યુનાઇટેડ સ્ટેટ્સની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વિશ્વવ્યાપી મૃત્યુની સંખ્યા 100,000 સુધી પહોંચી છે.
- ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ (આઇસીયુ) ના અહેવાલો દર્શાવે છે કે વેન્ટિલેટરની જરૂર હોય તેવા ગંભીર રીતે બીમાર દર્દીઓનો મૃત્યુ દર 51.6 ટકા છે.
- બ્રિટીશ હોસ્પિટલોમાં મોતને ભેટેલા દર્દીઓ મુખ્યત્વે ફેફસાંની નિષ્ફળતાના કારણે મરણ પામ્યા હતા. જે ફેફસા લોહીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડી શક્યા ન હતા.
- કેટલાક દર્દીઓ સ્ટ્રોક, હૃદય અથવા કિડનીની નિષ્ફળતાના કારણે મરણ પામ્યા હતા.
- ICUમાં મરણ પામવાનો દર 50/50 છે.
- ચીને આજે 108 નવા કોરોનાવાયરસ કેસનું નિદાન કર્યું છે.
- ફ્રાંસના રાષ્ટ્રપતિ, ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાંસે માસ સુધી લોકડાઉન માટે તૈયારી કરવી જ જોઇએ.
- બેન્ક ઑફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, લોર્ડ મેરવિન કિંગે જણાવ્યું હતું કે યુ.એસ.ની 725,000 કંપનીઓની તુલનામાં યુકેમાં ફક્ત 4,200 કંપનીઓને ઇમરજન્સી લોન આપવામાં આવી છે.
- સ્પેનનાં લાખો લોકોને કામ પર પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.
- કોરોનાવાયરસના કારણે બર્મિંગહામ યુકેના સંકટનું કેન્દ્ર છે.
- લોકડાઉનના નિયમોને જલ્દીથી હળવા કરવાનો પ્રયાસ કે તેને સરળ બનાવવો ખૂબ જ ‘ખતરનાક’ હશે: યુરોપના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ડૉ. હંસ ક્લુગે.
- ચાઇનીઝ શહેર વુહાનમાં લોકડાઉનના 73 દિવસ પછી નાગરિકોને મુસાફરી કરવાની મંજૂરી.
- કર્મચારીઓ માટે સરકારના બેલઆઉટનો ખર્ચ ત્રણ મહિનામાં £40 બિલીયન પાઉન્ડ થશે.
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ચાઇના સેન્ટ્રીક’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર નારાજ. યુ.એસ. તેનુ ભંડોળ અટકાવી શકે છે.
- વધુ બે એનએચએસ નર્સો ન્યૂકેસલની 29 વર્ષીય રેબેકા મેક અને 70 વર્ષીય એલિસ કિટ ટાક ઓંગના મૃત્યુ.
- કિંગ્સ કોલેજ લંડન સંચાલિત સીમ્પટમ્સ-ટ્રેકિંગ એપ્લિકેશન મુજબ લોકડાઉનના કારણે કોરોનાવાયરસ લક્ષણોવાળા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
- શનિવારે 11 વર્ષીય બાળકનુ મરણ થયુ હતુ.
- એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન પોવિસે શનિવારે દાવો કર્યો હતો કે યુકે હજી પણ કોરોનાવાયરસ સામેની તેની લડતના ‘રાઉન્ડ વન’ માં છે અને રોગચાળા સામેની લડત સ્પ્રિન્ટ કરતાં વધુ મેરેથોન જેવી હશે.
- હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શનિવારે પોલીસને ચેતવણી આપી હતી કે તેઓ તેમની નવી બીફ્ડ અપ સત્તાઓનો દુરૂપયોગ ન કરે.
- હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મેડિક્સ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો (PPE) વધુ પડતો ઉપયોગ કરે છે તેવુ નિવેદન કરતાં ટોચની નર્સ સાથે વિવાદ થયો હતો.
- શનિવાર સુધીમાં મૃત્યુ પામેલા 9,875 લોકોમાંથી 19 એનએચએસના મેડિક્સ હતા.
- વૈજ્ઞાનિકોએ 10,000 લોકોના મૃત્યુની ગંભીરતા પારખી લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી.
- લગભગ 18 મહિના સુધી વાયરસની રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સામાન્ય જનજીવન અટકેલુ રહેશે.
- મિનીસ્ટર્સ આગામી અઠવાડિયાઓની અંદર શાળાઓ અને દુકાનો ખોલવા દઇ લોકડાઉનને હળવો કરવા માંગે છે.
- વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને સેન્ટ્રલ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક વિડીયો દ્વારા એનએચએસ સ્ટાફનો તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
- અત્યાર સુધીમાં ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, ઇટાલી, સ્પેન અને યુકેમાં જ 10,000 કરતા વધુ લોકોના મરણ થયા છે.
- એક વૈજ્ઞાનિકે ચેતવણી આપી હતી કે યુરોપના અન્ય દેશો કરતા બ્રિટનમાં વધુ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.
- અભિનેતા અને હાસ્ય કલાકાર ટિમ બ્રૂક-ટેલરનું કોરોનાવાયરસના કારણે 79 વર્ષની વયે અવસાન થયું હતુ.
- બેંક ઑફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ કિંગે કહ્યું હતુ કે ‘’કેટલીક શાળાઓ અને વ્યવસાયો ફરીથી ખોલવા જોઈએ’’
- બાળકોની શિક્ષણની જરૂરીયાત બાબતે એક નવી ‘ઑનલાઇન શાળા’ બનાવવાની યોજના છે.
- બ્રિટનમાં એન.એચ.એસ.ની હોસ્પિટલોમાં COVID-19ના કારણે દાખલ થયેલા મૃત્યુ પામનારાઓની ટકાવારી 14 ટકા છે.