ટીલ્ડા અને યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રભાવશાળી ટીવી શેફ, લેખક અને સસ્ટેઇનેબલ ચેમ્પિયન સાયરસ ટોડિવાલા, ઓબીઇ, ડીએલ સાથે ભાગીદારી કરીને જન્મ સમયે ઓછુ વજન ધરાવતા બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ વર્ષે ‘હેલ્પીંગ મમ ટુગેધર’ અભિયાન પાછું લાવી રહ્યા છે. દરેક ખાસ ચિહ્નિત થયેલ ટિલ્ડા શુદ્ધ બાસમતી રાઇસ પેકના જેટલુ જ પોષણ ધરાવતુ ભોજન બાંગ્લાદેશમાં નવી અથવા ગર્ભવતી માતા અથવા નવજાત બાળકોનુ પોષણ વધારવા આપવામાં આવશે. જેથી કુપોષણ અને તેને કારણે ઓછા વજન સાથે જન્મી રહેલા બાળકોનુ વજન વધારવામાં મદદ મળશે.
છેલ્લાં પાંચ વર્ષોમાં ટિલ્ડાએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા લગભગ 6 મિલિયન જેટલુ પોષણ વધારતુ ભોજન દાન આપ્યું છે, જેનાથી બાંગ્લાદેશના કુપોષણથી અસરગ્રસ્ત સમુદાયોને મદદ થઇ રહી છે.
આ અભિયાન વિશે ટિપ્પણી કરતાં સાયરસે કહ્યું હતુ કે “ઘણા વર્ષોથી નવી અને ગર્ભવતી માતાઓને ભોજન પૂરા પાડતા કી પ્રોજેક્ટ પર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ટેકો આપવા માટે ટિલ્ડા સાથે ભાગીદારી કરતા હું ગૌરવ અનુભવુ છું. એ જાણવું ખૂબ જ અગત્યનું છે કે વિશ્વભરના લોકોને મૂળભૂત પોષણ હજી પ્રાપ્ત થયું નથી અને તેવા લોકોને મદદ કરવા માટે વધુ કામ કરવાની જરૂર છે.” સાયરસ તેની પ્રિય વાનગીઓમાંની એક બનાવશે અને તેની રેસીપી શેર કરશે જે વાનગી કોઈપણ પ્રસંગ માટે સુયોગ્ય હશે.
પોષણ વધારતુ ભોજન માતાઓ માટે ‘સુપર સીરિયલ’ અને બાળકો માટે ‘સુપર સીરિયલ પ્લસ’ પોરીજના સ્વરૂપમાં આવે છે, જે વિટામિન અને મિનરલ્સથી સમૃદ્ધ હોય છે જે તંદુરસ્ત રહેવા માટે અને જન્મ સમયે ઓછુ વજન ધરાવતા બાળકને જરૂરી પોષણ પૂરૂ પાડવામાં મદદ કરે છે. દર મહિને, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં આવેલા શરણાર્થી કેમ્પોના 34 પોષણ કેન્દ્રોમાં 225,000થી વધુ મહિલાઓ અને બાળકોને વિશેષ પોષણ પૂરું પાડવામાં આવે છે.’’
સાયરસ આગળ કહે છે કે, “ટીલ્ડા જેવી પ્રભાવશાળી કંપનીને જરૂરિયાતમંદ લોકો માટે માનવતાવાદી સંગઠનો સાથે કામ કરતી જોવાથી ખૂબ જ સારૂ લાગે છે. યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે બાળકનો જન્મ થાય તેના પ્રથમ 1000 દિવસમાં બાળકો માટે પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ‘હેલ્પિંગ મમ્સ ટુગેધર’ ઝુંબેશ બાળકોના આ નબળા જૂથને લક્ષમાં રાખીને કામગીરી કરે છે.”
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની લંડન ઑફિસના કોમ્યુનિકેશન્સ, એડવોકેટસી અને માર્કેટિંગના વડા જેન હોવર્ડે સમજાવ્યુ હતુ કે “અમે કોક્સના બજારમાં અને આસપાસના શરણાર્થીઓ અને સ્થાનિક લોકો બંને સાથે કામ કરીએ છીએ અને તે અમારા પ્રોગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે એક મજબુત સમુદાય બનાવવામાં મદદ કરવા માગીએ છીએ જે કટોકટીનો સામનો કરવા માટે સક્ષમ બને. અમે વધુ આર્થિક તકો પ્રદાન કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છીએ, જેમ કે ખેડુતોનું બજાર સ્થાપિત કરવું જ્યાં સ્થાનિક નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકતા માટે ડબલ્યુએફપીની તાલીમ લીધી હોય તેવી મહિલાઓ પણ પોતાના સ્ટોલ દ્વારા તેમના ઉત્પાદનો શરણાર્થીઓને વેચીને પગભર થઇ શકે.’’
છેલ્લા પાંચ વર્ષમાં ટિલ્ડા દ્વારા કુપોષિત માતાઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સુખાકારીમાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો છે અને અમે છઠ્ઠા વર્ષ માટે ટિલ્ડાના સમર્થન માટે આભારી છીએ.”
ટિલ્ડા શુદ્ધ બાસમતી ચોખાના સ્પેશ્યલ પેક્સ અને ટિલ્ડા બાસમતી ચોખાના પાઉચ દેશભરના તમામ મોટા રિટેલર્સને ત્યાં મળી રહે છે.