NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_7_2020_001013)

દેશમાં બુધવારના રોજ કોરોના વાયરસની લપેટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા 5,194 સુધી પહોંચી ગઈ છે અને આ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો 149 સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના કારણે જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમની કુલ સંખ્યા 4,643 છે. 401 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયા છે.

સવારે નવ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 25 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી 16 લોકોના મોત મહારાષ્ટ્રમાં, તેમજ દિલ્હી, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને તમિલનાડુમાં બે-બે વ્યક્તિઓના મોત અને આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.દેશમાં કોરોનાગ્રસ્તોનો આંકડો સતત વધી રહ્યો છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સામે લડાઈ કરવા માટે પોતાની કમર કસી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે.

NEW DELHI: COVID-19 INDIA UPDATE
: PTI GRAPHICS(PTI4_7_2020_001014)

અહીં કોરોનાના કારણે દેશમાં સૌથી વધારે 48 લોકોના મોત નિપજ્યા છે. સરકારી આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 4,700થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. આ જીવલેણ વાયરસે 124 લોકોનો ભોગ લઈ લીધો છે.
બિહારમાં મંગળવારના રોજ છ લોકો કોરોના વાયરસની લપેટમાં આવવાની સાથે જ બિહારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 38 સુધી પહોંચી ગઈ છે.

આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે આ બીમારીમાંથી સ્વસ્થ્ય થયેલા 12 લોકોને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી છે. બિહાર સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારના જણાવ્યા અનુસાર સીવાનમાં પશ્ચિમ એશિયાના પ્રવાસ પરથી પરત ફરેલા એક કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવવાથી તેમના પરિવારની ત્રણ મહિલાઓ તથા એક પુરુષ સંક્રમિત મળી આવ્યા હતા. આ ઉપરાંત બેગૂસરાયમાં 15 અને 16 વર્ષીય બે યુવકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. બિહારમાં રવિવાર અને સોમવારના રોજ કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. બિહારમાં કોરોના વાયરસના સંક્રમિત 12 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચૂક્યા છે.