કૈર સ્ટારમર લેબર પાર્ટીના નવા નેતા

0
587
Labor accused of being institutionally racist
કૈર સ્ટાર્મર (Photo by Christopher FurlongGetty Images)

ભૂતપૂર્વ શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી, કૈર સ્ટારમર શનિવારે જેરેમી કોર્બીનને સ્થાને યુકેના લેબર પક્ષના નેતા તરીકે વિજેતા જાહેર કરાયા હતા. 57 વર્ષીય કૈર સ્ટારમરે પોતાના હરીફ રેબેકા લોંગ-બેઇલી અને ભારતીય મૂળના સાંસદ લિસા નાંદીને પરાજિત કર્યા હતા. જેઓ પક્ષના સભ્યો, ટ્રેડ યુનિયનના સભ્યો અને નોંધાયેલા સમર્થકોના પોસ્ટલ બેલેટમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. કૈર સ્ટારમરે  તેમના વિડિઓ વિજય સંદેશમાં કહ્યું હતું કે તેમનું કાર્ય “આત્મવિશ્વાસ અને આશા સાથે આ મહાન પાર્ટીને નવા યુગમાં દોરવાનું છે”

એક સમયના લેબર પક્ષના નેતા એડ મિલિબેન્ડ, શેડો બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્રેટરી તરીકે શેડો કેબિનેટમાં પરત આવ્યા છે.

લંડનના હોલબર્ન અને સેન્ટ પેનક્રાસના સાંસદ કૈર સ્ટારમર વકીલમાંથી રાજકારણી બન્યા અગાઉ યુકેની ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સીપીએસ)નું નેતૃત્વ કરી ચૂક્યા છે અને ત્રણ વર્ષથી વધુ સમય સુધી કોર્બીનની ટોચની ટીમમાં ફરજ બજાવી હતી.

લેબર શેડો કેબિનેટ

કૈર સ્ટારમર, વિપક્ષના નેતા

એન્જેલા રેનર, ડેપ્યુટી લીડર અને લેબર પક્ષના અધ્યક્ષ

એન્લેઇઝ ડોડ્સ, શેડો ચાન્સેલર

લિસા નાંદી, શેડો ફોરેન સેક્રેટરી

નિક થોમસ-સાયમન્ડ્સ, શેડો હોમ સેક્રેટરી

રચેલ રીવ્સ, શેડો ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કાસ્ટર

ડેવિડ લેમ્મી, શેડો જસ્ટિસ સેક્રેટરી

જ્હોન હેલી, શેડો ડીફેન્સ સેક્રેટરી

એડ મિલિબેન્ડ, શેડો બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્રેટરી

એમિલી થ્રોનબેરી, શેડો ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી

જોનાથન રેનોલ્ડ્સ, શેડો વર્ક અને પેન્શન સેક્રેટરી

જોનાથન એશ્વર્થ, શેડો હેલ્થ એન્ડ સોશ્યલ સેક્રેટરી

રેબેકા લોંગ-બેઈલી, શેડો એજ્યુકેશન સેક્રેટરી

જો સ્ટીવન્સ, શેડો ડિજિટલ, કલ્ચરલ, મીડિયા અને સ્પોર્ટ સેક્રેટરી

બ્રિજેટ ફિલિપ્સન, ટ્રેઝરીના શેડો ચીફ સેક્રેટરી

લ્યુક પોલાર્ડ, શેડો એન્વાયર્નમેન્ટ, ફૂડ, રૂરલ અફેર્સ સેક્રેટરી

સ્ટીવ રીડ, શેડો કોમ્યુનીટી અને લોકલ ગવ. સેક્રેટરી

થનગામ ડેબોનેર, શેડો હાઉસિંગ સેક્રેટરી

જિમ મેકમોહન, શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી

પ્રીત કૌર ગિલ, શેડો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી

લુઇસ હાઈ, શેડો નોર્ધન આયર્લેન્ડ સેક્રેટરી (વચગાળાના)

ઇયાન મરે, શેડો સ્કોટલેન્ડ સેક્રેટરી

નિયા ગ્રિફિથ, શેડો વેલ્સ સેક્રેટરી

માર્શા ડી કોર્ડોવા, શેડો વિમેન એન્ડ ઇક્વાલીટી સેક્રેટરી

એન્ડી મેકડોનાલ્ડ, શેડો એમ્પલોયમેન્ટ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન્સ સેક્રેટરી

રોઝેના એલિન-ખાન, શેડો મિનીસ્ટર ફોર મેન્ટલ હેલ્થ

કેટ સ્મિથ, શેડો મિનીસ્ટર ફોર યંગ પીપલ અને વોટર એન્ગેજમેન્ટ

લોર્ડ ફૉલ્કનર, શેડો એટર્ની જનરલ

વેલેરી વાઝ, શેડો લીડર ઑફ ધ હાઉસ

નિક બ્રાઉન, ઓપોઝીશન ચીફ વ્હીપ

બેરોનેસ સ્મિથ, શેડો લીડર ઑફ ધ લોર્ડ્સ

લોર્ડ્સ મેકએવોય, લોર્ડ્સ ઓપોઝીશન ચીફ વ્હીપ.