બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 નર્સો અને ત્રણ ડોકટરોમાં કોરોના વાયરસનું પરીક્ષણ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન ક્ષેત્ર જાહેર કરાઈ છે. મુંબઈ સેન્ટ્રલ સ્થિત આ હોસ્પિટલ કોઈપણ નવા દર્દીઓની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરમિયાન આજે સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 33 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્તોનો આંકડો વધીએ 781 પર પહોચી ગયો છે અને મૃતકોની સંખ્યા 46 થઈ ગઈ છે. રવિવારે સૌથી વધુ 113 દર્દીઓ બહાર આવ્યા હતા. રવિવારે અહીં સૌથી વધુ 13 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 9 મુંબઇ, 3 પુણે અને એક ઔરંગાબાદથી છે. BMC કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સોમાં કોરોનાનો ચેપ ફેલાયો છે.
દરેક વ્યક્તિએ સાવધ રહેવું જોઈએ. હોસ્પિટલ સ્ટાફને આ ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં કાર્યરત 270 થી વધુ કર્મચારીઓ અને ડોકટરોની તપાસ કરવામાં આવી રહી છે. ઔરંગાબાદની જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત 38 વર્ષીય પુરૂષ નર્સ પણ કોરોના પોઝિટિવ આવી છે, ત્યારબાદ હોસ્પિટલના અનેક કર્મચારીઓને કોરોના તપાસ કરવામાં આવી છે.
તેમનો અહેવાલ પણ સાંજ સુધીમાં આવશે. મહારાષ્ટ્રના વર્ધાની આરવી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય દાદરાવ કીચેનો રવિવારે જન્મદિવસ હતો. આને કારણે તેના ઘરની બહાર સમર્થકોની ભારે ભીડ હતી. આ દરમિયાન ધારાસભ્યએ લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને રાશન વિતરણ કરી લોકોને મીઠાઇઓ ખવડાવી હતી. આ પછી વર્ધા પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.