સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1045 કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 5, ગુજરાતના અમદાવાદમાં 3 અને રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દી મળ્યો છે. અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં એક-એક એમ કુલ ત્રણ દર્દીના મોત થયા છે.
રવિવારે રાતે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ ( 4 ઈન્દોર, 1 ઉજ્જૈન) પ્રકાશમાં આવ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા 979 છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી 86 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 25ના મોત થઈ ચુક્યા છે.
શનિવારે મહારાષ્ટ્રમાં 30, કર્ણાટકમાં 17, ઉતરપ્રદેશમાં 16, જમ્મુ-કાશ્મીરમાં 13, દિલ્હીમાં 9, તેલંગાણા અને ગુજરાતમાં 8-8, કેરળમાં 6, મધ્યપ્રદેશમાં 5, રાજસ્થાન-તમિલનાડુમાં 4-4, અંદમાન નિકોબાર અને પશ્ચિમ બંગાળમાં 3-3. છત્તીસગઢમાંથી 1-1 સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો સાજા થયા છે.
ઈરાનથી 275 ભારતીયોને લઈને વિશેષ વિમાન રવિવારે સવારે રાજસ્થાનના જોધપુરમાં પહોંચ્યું છે. આ લોકોને અહી સેનાના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ ઈરાનમાંથી 277 ભારતીયોને ઈરાનમાંથી પાછા લાવવામાં આવ્યા હતા.
મુધ્યપ્રદેશમાં રવિવારે 5 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 4 દર્દી ઈન્દોરમાં અને એક ઉજ્જૈનમાં મળ્યા. ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દી પુરુષ છે અને તેમની ઉંમર 48 વર્ષ, 40 વર્ષ અને 21 વર્ષ છે. જ્યારે ઉજ્જૈનમાં 17 વર્ષની એક છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ઈન્દોરોમાં સૌથી વધુ 20 પોઝિટિવ છે. બાદમાં જબલપુરમાં 8, ઉજ્જૈન માં 4, ભોપાલમાં 3, શિવપુરી-ગ્વાલિયરમાં 2-2 સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં શનિવારે 4 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. અજમેરમાં 23 વર્ષનો યુવક સંક્રમિત મળ્યો છે. તે તાજેતરમાં જ પંજાબથી પરત ફર્યો હતો. 21 વર્ષની એક યુવતી ભીલવાડામાં સંક્રમિત છે. ભીલવાડામાં જ બાંગડ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના બે લોકો સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં ભીલવાડામાં સૌથી વધુ 20 દર્દી મળ્યા છે.
ઉત્તરપ્રદેશમાં શનિવારે 16 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન ગૈતમબુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભાર્ગવે જણાવ્યું છે કે ત્યાં એક કંપની મેનેજિંગ ડાયરેક્ટરની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની પર ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવાનો આરોપ છે. તેની કંપનીના 13 કર્મચારીઓ સંક્રમિત છે.
બિહારમાં શનિવારે રાજ્યમાં કોરોના સંક્રમણના બે નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 11 સંક્રમિતોમાંથી 10ની સારવાર ચાલી રહી છે. જ્યારે 38 વર્ષના દર્દીનું પટનામાં 21 માર્ચે મોત થઈ ગયું હતું. કુલ દર્દીમાં 6 સંક્રમિત એવા છે, જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે આ લોકોએ દેશમાં કે દેશની બહાર કોઈ મુસાફરી કરી નથી. રાજ્યમાં શુક્રવારે બે સંક્રમિતો મળ્યા હતા.