યુકે પાર્લામેન્ટ વીક ઓફીશીયલ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ જીતતુ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે

0
1662

હિન્દુ સ્વયંસેવક સંઘ (એચએસએસ યુકે)ને યુકે પાર્લામેન્ટ વીકમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ તાજેતરમાં પાર્લામેન્ટ વીક ઓફીશીયલ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતા જાહેર કરનારી જજીંગ પેનલમાં હાઉસ ઑફ કોમન્સના સ્પીકર, સાંસદો, પીઅર્સ અને ઇન્ડીપેન્ડન્ટ જજીસ સામેલ હતા. વિજેતા તરીકે, એચએસએસ યુકેને સંસદમાં એક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તા. 24મી માર્ચ 2020ના રોજ સ્પીકર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવનાર હતો. જોકે કોરોના રોગચાળોને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

નવેમ્બર 2019માં, એસએસએસ યુકેના બાલગોકુલમ, પરિવાર શાખા, સમિતિ શાખા અને સંઘ શાખા સહિતના 28 ચેપ્ટર્સે પાર્લામેન્ટ વીક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 700થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર HSS UK હિન્દુ સંગઠનનુ સૌથી મોટુ જોડાણ બન્યુ હતુ. જેમાં ચર્ચાઓ, પ્રશ્નોતરી, શૈક્ષણિક વિડિઓ દર્શન, મોક પાર્લામેન્ટના કાર્યક્રમો દ્વારા લોકશાહીની ઉજવણી કરવામાં આવી હતી.

સર ગ્રહામ બ્રેડી, થેરેસા વિલિયર્સ, મેથ્યુ ઑફોર્ડ અને માઇક ફ્રિયર સહિતના ઘણા સાંસદોએ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પ્રશ્નો પૂછી કેટલાક રસપ્રદ મુદ્દો પર ચર્ચા કરી હતી.