કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણીની મર્યાદા 45 પાઉન્ડ કરાશે

0
1110
કોન્ટેક્ટલેસ કાર્ડ ચૂકવણી માટેની ખર્ચ મર્યાદા વધારીને 45 પાઉન્ડ કરાઇ (Photo by Dave Kotinsky/Getty Images for Visa)

બ્રિટનમાં કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી ગ્રાહકોને ટેકો આપવા માટે કોન્ટેક્ટલેસ કાર્ડ ચૂકવણી માટેની ખર્ચ મર્યાદા 1 એપ્રિલથી 30 પાઉન્ડથી વધારીને 45 પાઉન્ડ કરાશે તેમ યુકે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશને મંગળવારે જણાવ્યું હતું.

યુકે ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સ્ટીફન જોન્સે જણાવ્યું હતું કે ‘’આનાથી વધુ લોકોને તેમના કોન્ટેક્ટલેસ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવા માટેનો સમય ઘટશે, સુવિધા વધશે અને અને ચેકઆઉટ પર કતારો ઘટાડવામાં મદદ મળશે.

45 પાઉન્ડથી વધુ ખર્ચ કરવાની જરૂર હોય તેવા સંજોગોમાં ગ્રાહકો હજી પણ મોબાઇલ ફોન અને કાર્ડ દ્વારા ચિપ અને પિન દ્વારા વધુ રકમનુ પેમેન્ટ કરી શકાશે.